તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
આંતરરાષ્ટ્રીય સ્તરે મહાકાળમુખો સનસનાટીભર્યો ધડાકોઃ બર્મુડા ટ્રાયંગલમાં ફરી રહસ્યમયી રાક્ષસી બનાવ: પ્લેન ગાયબ થયા બાદ દાદા-દાદી અને ૨ પૌત્રોના કાળમુખા મોત
શયતાની ત્રિpoint ગણાતા બર્મુડા ટ્રાયંગલે વધુ એક નિર્દોષ પરિવારને સટાકથી ગળી લીધો: રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ થયેલા વિમાનમાંથી ચાર કમનસીબ લોકોના શબ મળતાં અરેરાટી: દાદા-દાદી અને માસુમ પૌત્રોના કરૂણ મોતથી વિશ્વભરમાં ભયાનક ધ્રૂજારી, ફફડાટ અને સોપો

નવી દિલ્હી;વિશ્વના સૌથી ભયાનક અને શયતાની સમુદ્રી વિસ્તાર ગણાતા 'બર્મુડા ટ્રાયંગલ'માંથી હોશ ઉડાડી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને વિસ્ફોટક કાળમુખો ધડાકો સામે આવ્યો છે! દાદા-દાદી અને તેમના બે પૌત્રોને લઈને ઉડેલું એક પ્રાઈવેટ વિમાન બર્મુડા ટ્રાયંગલ પરથી પસાર થતાં જ અચાનક રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું, ત્યારબાદ આખી જિંદગી હોમાઈ જતાં ચારેય લોકોના કાળમુખા મોત નીપજ્યા છે.
આ પાંચ સીટર પાઇપર પીટી-34 વિમાનમાં ફ્લોરિડાનું એક દંપતી અને તેમના બે પૌત્ર-પૌત્રીઓ સવાર હતા. તેઓ બહામાસના ગ્રેટ હાર્બર કેથી સોમવારે સવારે 11:15 વાગ્યે મિયામી એક્ઝિક્યુટિવ એરપોર્ટ જવા માટે રવાના થયા હતા. મિયામી પરત ફરતી વખતે આ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
રોયલ બહામાસ પોલીસ ફોર્સના જણાવ્યા અનુસાર, વિમાન 80 વર્ષીય દાદા માલિયો લમાર ચલાવી રહ્યા હતા, જેમની પાસે 40 વર્ષનો ઉડ્ડયનનો લાંબો અનુભવ હતો. તેમની સાથે તેમની 79 વર્ષીય પત્ની લિલી લમાર તેમજ તેમના પૌત્ર-પૌત્રીઓ સોફી સોસા (28) અને ક્રિશ્ચિયન સોસા (22) પણ સવાર હતા. આખો પરિવાર બહામાસમાં લેબર ડે વીકેન્ડ વિતાવ્યા બાદ પરત ફરી રહ્યો હતો.
વિમાનનો સંપર્ક તૂટી ગયા બાદ પરિવાર દ્વારા સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી. મંગળવારે બહામાસના સૌથી મોટા ટાપુ એંદ્રોસ નજીક વિમાન ક્રેશ થયાની માહિતી મળી હતી. પરિવારે ભારે દુઃખ સાથે પુષ્ટિ કરી છે કે તેમના સ્વજનોના મૃતદેહો મળી આવ્યા છે અને પરિજનોએ ખુદ પોતાની હોડીઓ દ્વારા તેમના સ્વજનોના પાર્થિવ દેહને બહાર લાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બર્મુડા ટ્રાયંગલ એવો પ્રદેશ છે જ્યાં અગાઉ પણ અનેક જહાજો અને વિમાનો રહસ્યમય સંજોગોમાં ગાયબ થયા છે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
