તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
ટેક્નોલોજીની દુનિયામાં પિશાચી ધડાકોઃ માર્ક ઝકરબર્ગે લોન્ચ કર્યું કીચેઈન જેવડું 'Muse AI' આસિસ્ટન્ટ: ડિજિટલ જગતમાં મચી ગયો ભયાનક હાહાકાર
ટેક વર્લ્ડના હોશ ઉડાડી દેતા મિની ગેજેટ 'Muse Charm' ની એન્ટ્રીથી ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ફરી ગયો કાળો નાગ:ખિસ્સામાં સમાઈ જતા આ રાક્ષસી એઆઈ આસિસ્ટન્ટ સામે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને કંપનીઓનો સટાકથી બોલાઈ ગયો કૂચડો:વિસ્ફોટક ભંડાન ફોડ

નવી દિલ્હી:વૈશ્વિક ટેક્નોલોજી ક્ષેત્ર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માર્કેટ અને સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીને હચમચાવી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! મેટા (Meta) ના સર્વેસર્વા માર્ક ઝકરબર્ગે કંપનીના વાર્ષિક કનેક્ટ ઇવેન્ટમાં એકદમ નાની સાઈઝનું અતિશય ખતરનાક અને અદ્યત ટેક્નોલોજીથી સજ્જ કીચેઈન જેવડું 'Muse AI' (મ્યુઝ એઆઈ) આસિસ્ટન્ટ ગેજેટ 'Muse Charm' સટાકથી લોન્ચ કરી દીધું છે.
૨ઈંચની ટચસ્ક્રીન ધરાવતા ડિવાઈઝમાં બિલ્ટ-ઈન ૫-જી છે. જેથી એપ ખોલ્યા વિના જ એઆઈ સાથે કનેક્ટ કરી શકાય છે. તેનો મુખ્ય ઉપયોગ વોઈસથી એઆઈ સાથે વાતચીતનો છે. માર્ક ઝકરબર્ગે કર્યું કે, સ્માર્ટ ચશ્માં ન પહેર્યા હોય ત્યારે આ ડિવાઈસ ઉપયોગી બનશે. તે આસપાસના વિસ્તારની સચોટ માહિતી આપશે. મેટાએ મ્યુસને રિયલ ટાઈમ વોઈસ અને અવતારને એક નાનકડા ડિવાઈસમાં પેક કર્યો છે. સામાન્ય રીતે એઆઈને કોઈપણ સવાલ પૂછવા ફોન કાઢવો પડે, એપ ખોલવી પડે. તેના ઉપરના ખૂણામાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેને ટેપ કરતા ફોન અનલોક કર્યા કે એપ ખોલ્યા વિના મેટાના એઆઈ સાથે વાતચીત થઈ શકે છે. આ ડિવાઈસ કે જેને ખિસ્સામાં રાખી શકાય છે અથવા કીચેઈન સાથે લગાવી શકાય છે જેથી તે હંમેશા સાથે રહે છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
