<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

અમેરિકાના રાજકારણમાં પિશાચી વાવાઝોડુંઃ મહાસત્તા અમેરિકાએ કાળો નાગ ફેરવી CNN પર મૂક્યો બેન:તો તોતિંગ મીડિયા હાઉસિસે એક થઈ ટ્રમ્પનો બોલાઈ દીધો પૂરેપૂરો કૂચડો

પાવર અને પ્રેસ વચ્ચેનો રાક્ષસી સંગ્રામ ચરમસીમાએ, વિશ્વની અગ્રણી સત્તા અમેરિકાના વાઈટ હાઉસમાં સટાકથી સળગી વિસ્ફોટક આક્રોશની જ્વાળા!ઃ 'જેવા સાથે તેવા'નો કાળમુખો ખેલઃ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના પિશાચી મજબૂરી હેઠળ વિશ્વવિખ્યાત ન્યૂઝ ચેનલ CNN પર પ્રતિબંધનો કોરડો વીંજતાં જ હોશ ઊડ્યા!ઃ ટ્રમ્પના આ પિશાચી નિર્ણક્ષ સામે મીડિયા જગત એકજૂટ, અનેક તોતિંગ ન્યૂઝ ચેનલો અને પત્રકારોએ કાળમુખો આક્રોશ દાખવી ડોનાલ્ડ ટ્રમ્પનો કર્યો વિસ્ફોટક બોયકોટ!: પત્રકારત્વની સ્વતંત્રતા પર કાળો નાગ ફેરવવાના પ્રયાસો સામે તોતિંગ મીડિયા સામ્રાજ્યે ટ્રમ્પના કવરેજ પર જ બેન મૂકીને આપ્યો કાળજું કંપાવતો વળતો પ્રહાર

નવી દિલ્હી :આ પ્રતિબંધ સામે કાનૂની લડાઈ લડવા માટે CNN, MS નાવ અને પોલીટિકોએ વોશિંગ્ટન ડીસીની ફેડરલ કોર્ટમાં ટ્રમ્પ પ્રશાસન સામે મુકદ્દમો દાખલ કર્યો છે. આ સંસ્થાઓએ અદાલતમાં અરજી કરીને આ પ્રતિબંધ પર રોક લગાવવાની માંગ કરી છે. મીડિયા સંસ્થાઓએ આ પગલાંને 'ફર્સ્ટ અમેન્ડમેન્ટ' હેઠળ મળેલા વાણી અને પ્રેસની સ્વતંત્રતાના અધિકારનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે સરકાર એ નક્કી કરી શકતી નથી કે પ્રેસે કયા સમાચાર છાપવા કે પ્રસારિત કરવા, જે લોકશાહી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
શનિવારે વ્હાઈટ હાઉસ પહોંચેલા આ પ્રતિબંધિત સંગઠનોના પત્રકારોના પ્રેસ ક્રેડેન્શિયલ્સ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેમને પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. બીજી તરફ, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણય પર અડગ છે. તેમણે આ કાર્યવાહીને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો નહીં પરંતુ 'ફેક ન્યૂઝ' સામેનું કડક પગલું ગણાવ્યું છે. આ વિવાદને કારણે યુએનજીએ (UNGA) જેવા વૈશ્વિક અને મોટા કાર્યક્રમોના વિડિયો કવરેજ પર વ્યાપક અસર પડી છે, જેના કારણે આગામી સમયમાં રાજકીય અને મીડિયા ક્ષેત્રે તણાવ વધુ વધી શકે છે.

 

(6:03 PM IST)