તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
આકાશમાં ‘કરફ્યુ’ જેવો માહોલ!: યુએસ-ઈરાન ટકરાવની આડઅસર: લુફ્થાન્સા એરલાઈન્સે એકસાથે ૨૦,૦૦૦ ફ્લાઇટ્સ કરી રદ
મુસાફરોમાં ફફડાટ: યુદ્ધના ડરે એરલાઈન્સના પૈડાં થંભી ગયા: મધ્ય પૂર્વના આકાશમાં ઉડવું હવે જોખમી:ટિકિટોના ભાવમાં તોતિંગ વધારો અને એરપોર્ટ પર લાંબી કતારો: શું હવે વૈશ્વિક પરિવહન વ્યવસ્થા પડી ભાંગશે?

નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવની સીધી અસર હવે એવિએશન સેક્ટર પર જોવા મળી રહી છે. જર્મનીની દિગ્ગજ એરલાઈન્સ લુફ્થાન્સાએ સુરક્ષાના કારણોસર તેની ૨૦,૦૦૦ જેટલી નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરતા સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે.
મધ્ય પૂર્વના દેશોના આકાશમાં મિસાઈલ અને ડ્રોન હુમલાના જોખમને જોતા કંપનીએ આ મોટો નિર્ણય લીધો છે. એરલાઈન્સના જણાવ્યા મુજબ, મુસાફરોની સુરક્ષા સૌથી ઉપર છે અને હાલની પરિસ્થિતિમાં ઈરાન કે તેની આસપાસના રૂટ પરથી ઉડાન ભરવી જોખમી છે. આ નિર્ણયને કારણે ભારત સહિત એશિયા અને યુરોપ વચ્ચેની હવાઈ સેવાઓને મોટી અસર પહોંચશે. અન્ય એરલાઈન્સ પણ હવે પોતાના રૂટ ડાયવર્ટ કરી રહી છે અથવા ફ્લાઇટ્સ ઘટાડી રહી છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો વિમાનના ઈંધણના ભાવ વધવાને કારણે હવાઈ મુસાફરી સામાન્ય માણસના ગજા બહાર જતી રહેશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ આર્થિક રીતે નુકસાનકારક ફ્લાઇટ્સ બંધ કરવાથી લગભગ 40,000 ટન ઇંધણની બચત થશે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ કંપનીએ તેની પ્રાદેશિક યુનિટ 'સિટીલાઇન' બંધ કરવાની અને વધુ ઇંધણ વાપરતા 27 જૂના વિમાનોને સેવામાંથી હટાવવાની જાહેરાત કરી હતી.
વૈશ્વિક સ્તરે એરલાઇન ઉદ્યોગ હાલમાં સંકટનો સામનો કરી રહ્યો છે, પરંતુ લુફ્થાન્સાએ લીધેલા આ પગલાં અત્યાર સુધીના સૌથી કડક માનવામાં આવે છે. કંપની માત્ર મોંઘા ઇંધણ જ નહીં, પરંતુ પાઇલટ અને કેબિન ક્રૂની હડતાલનો પણ સામનો કરી રહી છે. મે મહિના માટે અત્યાર સુધીમાં વિશ્વની ટોચની 20માંથી 19 એરલાઇન્સે ફ્લાઇટ્સમાં કાપ મૂક્યો છે. આ સ્થિતિને જોતા લુફ્થાન્સા વર્ષ 2030 સુધીમાં 4,000 વહીવટી નોકરીઓમાં કાપ મૂકીને નફાકારકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી કરીને ઓછા ખર્ચવાળી પોતાની અન્ય એરલાઇન્સ દ્વારા સેવાઓ ચાલુ રાખી શકાય.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
