તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 18th May 2026
બ્રિટનમાં માણસની પોટીથી ચાલતી બસ શરૂ થઈ
સીવેજમાં માનવમળ અને કચરો સડી જાય પછી એમાંથી બાયોમિથેન ગેસ બને છે. એનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે

લંડન,તા.૧૮: ઊર્જાના વિકલ્પો ઊભા કરવાની વિશ્વભરમાં જદ્દોજહદ ચાલી રહી છે ત્યારે બ્રિટનની એક કંપનીએ ડીઝલ, પેટ્રોલ કે પાણીથી ચાલતી બસ નહીં પરંતુ માણસની પોટીથી ચાલતી બસ દોડાવવાનું શરૂ કર્યું છે. GNCecં નામની કંપનીએ બ્રિસ્ટલ શહેરમાં બાયોબસ નામની સર્વિસ શરૂ કરી છે જે ગેસથી ચાલે છે અને આ ગેસ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કાઢવામાં આવે છે. સીવેજમાં માનવમળ અને કચરો સડી જાય પછી એમાંથી બાયોમિથેન ગેસ બને છે. એનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલ અને પેટ્રોલથી ચાલતાં વાહનો પ્રદૂષણ ફેલાવે છે જ્યારે આ બાયોગેસ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અડધું કરી નાખે છે. આ કંપનીનો દાવો છે કે સીવેજ પ્લાન્ટમાંથી એટલો ગેસ પેદા થાય છે કે એમાંથી લગભગ ૮૩૦૦ ઘરોમાં ગેસ-સપ્લાય આપી શકાય. જોકે આ બસ-સર્વિસ બહુ કારગત નીવડે એમ નથી, કેમ કે બસોએ ગેસ ભરાવવા માટે દૂર-દૂર આવેલા સીવેજ પ્લાન્ટમાં જવું પડે છે
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
