<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

યુરોપના પાવરફુલ દેશ ફ્રાન્સની ધરતી પર ફાટી નીકળેલું અત્યંત લોહીયાળ, પિશાચી અને કાળજું કંપાવી દેતું વિદ્યાર્થી આંદોલનઃ શાંતિપૂર્ણ દેખાવોમાંથી ભીષણ રમખાણોમાં પલટાયેલા આ તાંડવમાં સ્કૂલોને સટાકથી આગચંપી કરીને શિક્ષકો પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાના પ્રયાસો અને પોલીસ સાથેના ઘાતક સંઘર્ષથી આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા

ફ્રાન્સના રોડ-રસ્તાઓ પર સળગી રહેલી આગ અને સરકાર વિરુદ્ધના પ્રચંડ રોષથી આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સુરક્ષા એજન્સીઓના ઉડી ગયા હોશઃ યુરોપના આકાશમાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:યુરોપના હ્રદય સમાન ફ્રાન્સ દેશમાંથી આંતરરાષ્ટ્રીય અશાંતિ અને માનવતાને શરમમાં મૂકી દેતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! ફ્રાન્સમાં ચાલી રહેલું સામાન્ય વિદ્યાર્થીઓનું આંદોલન હવે અચાનક જ બેકાબૂ બનીને અત્યંત હિંસક અને પિશાચી રમખાણોમાં ફેરવાઈ ગયું છે, જ્યાં ઉશ્કેરાયેલા તોફાનીઓએ શૈક્ષણિક સંકુલો અને સ્કૂલોને ટાર્ગેટ કરીને ભયાનક આગચંપી કરી છે અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કેટલાક નરાધમોએ માસૂમ બાળકોને ભણાવતા શિક્ષકો પર જ પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાનો કાળમુખો અને ઘાતક પ્રયાસ કર્યો હતો.
પેરિસ આસપાસના કામદાર વિસ્તારોમાંથી શરૂ થયેલું આંદોલન લિલ, લિયોન, નાંતે, માર્સેઈ, બોર્ડો, રેન, તુલૂઝ અને સ્ટ્રાસબર્ગ જેવા શહેરો સુધી પહોંચ્યું છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ શાળાના પ્રવેશદ્વાર સામે કચરાના ડબ્બા, લાકડાં અને ધાતુની વાડ ગોઠવીને વર્ગો અટકાવતા હતા. બાદમાં કેટલાક સ્થળોએ સ્થિતિ વધુ ઉગ્ર બની. માર્સેઈમાં લિસે સેન્ટ-એક્ઝ્યુપેરી નજીક વિરોધીઓએ રસ્તા પર આગ લગાવી હતી. આગ બુઝાવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીને કેટલાક લોકોએ આગ ચાંપી દીધી હતી. અન્ય એક શાળામાં આગચંપીના પ્રયાસ દરમિયાન પેટ્રોલ શાળાના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ પણ દાઝ્યા હતા.
વિરોધનું તાત્કાલિક કારણ વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુની સરકારનો 5.4 લાખ કરોડ રૂપિયા (54 અબજ યુરો)નો ખર્ચકાપનો પ્રસ્તાવ છે. આપેલી માહિતી અનુસાર, ફ્રાન્સનું જાહેર દેવું 2026ના મધ્ય સુધીમાં 359.6 લાખ કરોડ રૂપિયા (3.596 ટ્રિલિયન યુરો) પહોંચ્યું છે, જે GDPના આશરે 119 ટકા જેટલું છે. સરકારના અંદાજ મુજબ નિયંત્રણ નહીં આવે તો 2027 સુધીમાં તે GDPના 121.7 ટકા સુધી પહોંચી શકે છે. સરકારના પ્રસ્તાવમાં વિવિધ સરકારી વિભાગોના ખર્ચમાં ઘટાડો, માળખાકીય વિકાસ માટેના ભંડોળમાં રોક અને શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં 2027 સુધી સ્થગિતીનો સમાવેશ થાય છે.

 

(5:40 PM IST)