તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
વૈશ્વિક રાજકારણમાં મહા-વિનાશનો કાળમુખો આતંકઃ વધુ બે દેશો વચ્ચે ફાટી નીકળ્યું ઘમસાણ પિશાચી યુદ્ધ: યમનમાં ૬૮૦ નિર્દોષોના કાળજું કંપાવતા મોત: ૧.૩૦ લાખ લોકો બેઘર, યુએનના રિપોર્ટમાં વિસ્ફોટક ભંડાન ફોડ
મધ્યપૂર્વના રણમેદાનમાં ફરી વળ્યો કાળો નાગ: રાક્ષસી ગોળીબાર અને તોતિંગ બોમ્બમારાથી માનવતાનો બોલાઈ ગયો પૂરેપૂરો કૂચડો: યુએન (UN)ના કાનમાંથી ધુમાડા કાઢી નાખતા સનસનાટીપૂર્ણ રિપોર્ટમાં ચોંકાવનારો ભંડાન ફોડ : ભયાનક યુદ્ધના ખપ્પરમાં હોમાઈ ગયા ૬૮૦થી વધુ માસૂમ નાગરિકો:તોપમારો અને મિસાઈલ હુમલા વચ્ચે ૧.૩૦ લાખથી વધુ લોકો આશિયાનો ગુમાવીને દારુણ રઝળપટ કરવા મજબૂર:ચારેય તરફ કરુણ ચીસાચીસ અને અરેરાટી

નવી દિલ્હી :સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય અને વિશ્વશાંતિના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો અતિશય વિસ્ફોટક અને પિશાચી કિસ્સો સામે આવ્યો છે! વૈશ્વિક રાજકારણમાં વધુ બે દેશો વચ્ચે લોહિયાળ અને ઘમસાણ યુદ્ધ ફાટી નીકળતાં જ યમન દેશમાં વિનાશનો કાળો નાગ ફરી વળ્યો છે અને માનવતાનો પૂરેપૂરો કૂચડો બોલાઈ ગયો છે!
WHOએ જણાવ્યું હતું કે 13થી 18 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન કુલ 164 ના મોત થયા છે અને 516ઇજા પામ્યા છે. આમ યમન પણ હવે ગાઝાપટ્ટી જેવી કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ યુદ્ધ વધુને વધુ તીવ્ર બને તો મૃત્યુઆંકમાં અને ચાર કરોડની વસ્તી ધરાવતા વિસ્થાપિતોમાં વધુ વધારો થઈ શકે છે. યમનની દક્ષિણપશ્ચિમનો લહજ પ્રાંત મહત્ત્વના યુદ્ધસ્થળ તરીકે ઉભરી આવ્યો છે. અહીં 58નાં મોત થયા છે અને 226 ઇજા પામ્યા છે. બંનેના લશ્કર અહીં આમને સામને છે.
આ ઉપરાંત બ્રિટિશ લશ્કરે જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાં ટેન્કર પર ડ્રોન ત્રાટક્યુ હતું. તેમા ટેન્કરના બે કર્મચારીઓને ઇજા થઈ હતી. જહાજને તરત જ નજીકના બંદરે લઈ જવામાં આવ્યું હતું. આ હુમલો કોણે કર્યો તે હજી જાણમાં આવ્યું નથી. કોઈએ તેના માટે દાવો કર્યો નથી. હોર્મુઝમાંથી ટેન્કરો પસાર થઈ રહ્યા છે, પરંતુ ટ્રાફિક હજી પણ પહેલા જેવો થયો નથી.
ઇરાન યુદ્ધના લીધે અમેરિકામાં ડીઝલના ભાવ વિક્રમજનક સ્તરે પ્રતિ ગેલન 6.28 ડોલરે પહોંચી ગયા છે. ડીઝલના આટલા ઊંચા ભાવ છેલ્લે 2022માં જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં તેના ભાવમાં હજી પણ વધારો થાય તેવી સંભાવના છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને પર્યાવરણલક્ષી નિયમોના કારણે ડીઝલ પર આમ પણ દબાણ તો હતું જ હવે તેમા ઇરાન સાથેના યુદ્ધે ઉમેરો કર્યો છે.
સપ્ટેમ્બર 2025 માં ડીઝલનો ભાવ પ્રતિ ગેલન 3.75 ડોલર હતો, તેના તુલનાએ આ વર્ષે 67 ટકા વધારો થયો છે. જ્યારે ફેબ્રૂઆરીમાઁ આ ભાવ પ્રતિ ગેલન 3.52 ડોલર હતો, જે બતાવે છે કે છેલ્લા છ મહિનામાં 78 ટકાનો વધારો થયો છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
