<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક મહાવિનાશનો કાળમુખો ધડાકોઃ આ દેશમાં ડીઝલ એક જ ઝાટકે ૪૦% મોંઘું થતાં જ પિશાચી બળવાત્મક સ્થિતિ: રોષે ભરાયેલી જનતા રસ્તા પર ઊતરી

મોંઘવારીનો રાક્ષસી કોરડો વીંઝાતાં જ આક્રોશિત જનતાએ ટાયરો બાળીને હાઈવે પર બોલાવ્યો ભયાનક કૂચડો: એક જ રાતમાં ઈંધણના ભાવમાં ભયાનક ઉછાળો આવતાં વિરોધ પ્રદર્શનના નામે આખા દેશમાં સટાકથી ફાટી નીકળ્યાં પિશાચી રમખાણો: કાળમુખી હિંસા અને જળબંબાકાર જેવા વિરોધ પ્રદર્શનો વચ્ચે સૈન્ય અને પોલીસ કાફલો તૈનાત

નવી દિલ્હી :આંતરરાષ્ટ્રીય સરહદો પારથી વૈશ્વિક અર્થતંત્રના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! દેશની કાળમુખી સરકારે મોંઘવારીના પિશાચી કોરડા વચ્ચે એક જ ઝાટકે ડીઝલના ભાવમાં ૪૦ ટકાનો ભયાનક અને રાક્ષસી વધારો ઝીંકી દેતાં આખો દેશ બળવાની જ્વાળામાં હોમાઈ ગયો છે.

સીરિયા સરકારે શનિવારે ડીઝલની કિંમતમાં 40% નો વધારો કરીને 175 સીરિયાઈ પાઉન્ડ પ્રતિ લીટર કરી દીધી છે. આ કિંમત આશરે 1.32 ડોલર એટલે કે, ભારતીય ચલણ મુજબ આશરે ₹ 127 પ્રતિ લીટર થાય છે. દેશની લગભગ 90% વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે, ત્યારે આટલો મોટો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.

સીરિયાના ઊર્જા મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશ આયાત પર ખૂબ નિર્ભર છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદી મોંઘી થવાના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. સીરિયા દરરોજ રશિયા પાસેથી 60,000 બેરલ ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું, પરંતુ યુક્રેનના હુમલા બાદ રશિયાએ નિકાસ પર નિયંત્રણો મૂક્યા છે. ઉપરાંત, સીરિયાની સૌથી મોટી 'બનિયાસ રિફાઇનરી' છેલ્લા ત્રણ મહિનાથી સમારકામ (મેઇન્ટેનન્સ) માટે બંધ હોવાથી ઇંધણની તંગી વધુ ગંભીર બની છે.

(6:00 PM IST)