News of Monday, 22nd June 2026
મહિલાના હાથની ગાંઠમાંથી નીકળ્યો ૧૦ સેન્ટીમીટર લાંબો જીવતો કીડોઃ હેબતાઈ ગયા ડોક્ટરો
ચીનની એક હોસ્પિટલમાં અદભૂત તબીબી કિસ્સો પ્રકાશમાં આવ્યો : રસોડામાં ચોપિંગ બોર્ડની અસ્વચ્છતા અને કાચું માંસ રાંધવાની બેદરકારીને કારણે આ ખતરનાક પરજીવી ખોરાક દ્વારા મહિલાના શરીરમાં પ્રવેશીને સ્નાયુઓમાં ગાંઠ બની ગયો હતો

ચીનના શેનજેન પીપલ્સ હોસ્પિટલમાંથી તાજેતરમાં સામે આવેલા Parasite in lump news ના અહેવાલે તબીબી જગતને હચમચાવી દીધું છે. અહીં એક મહિલાના હાથ પર થયેલી અંડાકાર ગાંઠની સર્જરી દરમિયાન તબીબોએ અંદરથી ૧૦ સેન્ટીમીટર લાંબા જીવતા કીડા (પરજીવી) બહાર કાઢ્યા છે, જે રસોડાની ખરાબ સ્વચ્છતા અને અસ્વસ્થ આદતોને કારણે શરીરમાં પ્રવેશ્યા હતા.
ચીનના શેનજેનથી સામે આવ્યો આંખો ફાડી નાખતો કિસ્સો સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટના સત્તાવાર અહેવાલ મુજબ, આ ચોંકાવનારી ઘટના ચીનમાં રહેતી વાંગ સરનેમ ધરાવતી એક મહિલા સાથે બની છે. આ મહિલાના હાથ પર છેલ્લા એક વર્ષથી એક નાની ગાંઠ નીકળી હતી, જે સમય જતાં ધીમે-ધીમે વધવા લાગી અને એક અંડાકાર આકાર ધારણ કરી લીધો હતો. આ સોજા અને અસહ્ય અગવડતાની સારવાર માટે મહિલા શેનજેન પીપલ્સ હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યારે ત્યાંના સર્જન્સે તેની તપાસ કરીને ઓપરેશન શરૂ કર્યું, ત્યારે અંદરનો નજારો જોઈને તેઓ આヘર્યચકિત થઈ ગયા હતા. મહિલાના હાથના ટિશ્યુઝમાંથી એક અત્યંત લાંબો અને હલનચલન કરતો જીવતો કીડો મળી આવ્યો હતો.
ચોપિંગ બોર્ડ અને રસોડાની છરી કેવી રીતે બની આ ગંભીર બીમારીનું કારણ? તબીબી તપાસ અને કાઉન્સેલિગ દરમિયાન આ ભયાનક સંક્રમણ પાછળનું અસલી કારણ બહાર આવ્યું, જે કોઈપણ સામાન્ય પરિવાર માટે લાલબત્તી સમાન છે. વાંગે જણાવ્યું કે તે ઘરમાં અવારનવાર દેડકા (Frogs) રાંધતી હતી. સૌથી મોટી બેદરકારી એ હતી કે તે જે ચોપિગ બોર્ડ અને રસોડાની છરીનો ઉપયોગ દેડકાને કાપવા કે મારવા માટે કરતી હતી, તે જ બોર્ડ પર તે કોઈપણ જાતની ચોખ્ખાઈ કર્યા વગર રાંધ્યા વગરની ઠંડી વાનગીઓ (Cold Dishes) અને સલાડ પણ તૈયાર કરતી હતી. હોસ્પિટલના તબીબોના મતે, દેડકાના માધ્યમથી સ્પારગનમ સિસ્ટ (Sparganum Cyst) ચોપિગ બોર્ડ પર ફેલાઈ ગયા હતા અને ત્યાંથી ખોરાક વાટે મહિલાના પેટમાં અને પછી આખા શરીરમાં પ્રસરી ગયા હતા.
તબીબોના જણાવ્યા અનુસાર, સ્પારગનમ (Sparganum) એક એવો ખતરનાક પરજીવી છે જે પુખ્ત મનુષ્યોના શરીરમાં સામાન્ય રીતે પ્રજનન કરીને વધતો નથી, પરંતુ તે શરીરના અલગ-અલગ આંતરિક ટિશ્યુઝ અને સ્નાયુઓમાં સતત હલનચલન કરતો રહે છે. આ કીડા માનવ શરીરની આંખો, સ્નાયુઓ, છાતીના ભાગમાં, મહત્વપૂર્ણ અંગો (Viscera) અને સૌથી વધુ જોખમી રીતે મગજ સુધી પણ પહોંચી શકે છે. આ પરજીવી જ્યાં સ્થિર થાય છે ત્યાં સમય જતાં રક્ષણાત્મક કવચ બનાવીને મોટી ગાંઠનું સ્વરૂપ લઈ લે છે, જે વાંગના કિસ્સામાં તેના હાથમાં જોવા મળ્યું હતું.
હોસ્પિટલના તબીબોની મેડિકલ એડવાઈઝરીઃ ભવિષ્યમાં બચવા માટે શું કરવું? આ કેસ સામે આવ્યા બાદ શેનજેન હોસ્પિટલના તબીબોએ સામાન્ય જનતા માટે સ્વાસ્થ્ય માર્ગદર્શિકા જાહેર કરી છે. ડોક્ટરોએ સલાહ આપી છે કે રસોડામાં ખોરાક રાંધતી વખતે અતિશય કાળજી રાખવી અનિવાર્ય છે. કાચું માંસ, માછલી કે અન્ય સીફૂડ કાપવા માટેના વાસણો અને શાકભાજી સુધારવાના વાસણો હંમેશા અલગ હોવા જોઈએ. અધકચરો કે કાચો ખોરાક ખાવાથી આવા પરજીવીઓ સીધા લાઈવ સ્વરૂપમાં માનવ પાચનતંત્રમાં પ્રવેશી જાય છે. રસોડાના સાધનોને ગરમ પાણી અને જંતુનાશકથી સાફ રાખવા એ જ આનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
