તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 31st August 2026
શિક્ષણ જગતમાં માતા સરસ્વતીના ધામમાંથી મહા-ચમત્કારનો ધડાકોઃ પ્રિન્સિપાલની અદ્ભુત સમયસૂચકતા અને સિંહ જેવી હિંમતે ૧૬૪૩ માસુમ બાળકોના જીવ ઉગારી લીધા
શાળામંડળમાં ભયાનક હોનારત ટળી: શાળાના મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ ભયાનક ધુમાડા અને આગના પટાકા દેખાતાં જ પ્રિન્સિપાલે આપ્યો મહા-આદેશઃ સેકન્ડોની ગણતરીમાં સમગ્ર શાળા ખાલી કરાવી ૧૬૪૩ વિદ્યાર્થીઓને સુરક્ષિત મેદાનમાં ખસેડી લેવાયા:પ્રિન્સિપાલ અને શિક્ષકો જો સહેજ પણ મોડા પડ્યા હોત તો ભયાનક માનવસર્જિત ત્રાસદી સર્જાઈ હોત

નવી દિલ્હી: શિક્ષણ જગત અને શાળા કમ્પાઉન્ડમાંથી એક અત્યંત સનસનાટીભર્યો, હૃદયના ધબકારા થંભાવી દે તેવો અને આખી માનવજાતનું મસ્તક ગર્વથી ઊંચું કરી દે તેવો મહા-સમાચારનો ધડાકો સામે આવ્યો છે! શાળામાં અચાનક સર્જાયેલી ભયાનક આગ અને ધુમાડાની આફત વચ્ચે શાળાના આચાર્ય (પ્રિન્સિપાલ) એ બતાવેલી અદ્ભુત સમયસૂચકતા, સાહસ અને ત્વરિત નિર્ણાયકતાના કારણે ૧૬૪૩ માસુમ ભુલકાંઓનો ભયાનક કાળના પંજામાંથી આબાદ અને સુરક્ષિત બચાવ થયો છે!
નેપાળમાં બુધવારે સવારે ૯.૨૦ કલાકે પાણી, કાટમાળ, પથ્થરોનું પૂર ત્રાટકી રહ્યું હતું ત્યારે ત્રિશુલી ઘાટીમાં એક સ્કૂલમાં ૧૬૪૩ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. આ સમયે પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીને એક મિત્રએ ફોન કરીને ગામમાં પૂર આવ્યું હોવાની માહિતી આપી હતી. આ સમયે દવાડીએ એક પણ ક્ષણ ગુમાવ્યા વિના તુરંત નિર્ણય લીધો. તેમણે શિક્ષકોને બધા જ ક્લાસ ખાલી કરાવી બાળકોને પર્વતની ટોચ પર લઈ ગયા. દવાડીએ પોતે છેલ્લે રહીને કોઈ બાળક પાછળ ના રહી જાય તેની ખાતરી કરી. પર્વતની ટોચે સુરક્ષિત પહોંચ્યાની થોડીક જ ક્ષણોમાં પૂરના પાણી સ્કૂલ પર ફરી વળ્યા અને ત્રણ માળની સ્કૂલને ડુબાડી દીધી હતી.
એ જ રીતે નેપાળ માર્ગે કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા દક્ષિણ ભારતના ૨૮ શ્રદ્ધાળુઓના એક જૂથનો ચમક્તારિક બચાવ થયો હતો. તિરુપતિ સ્થિત ટ્રાવેલ્સના એમડી વેંકટરામને કહ્યું કે, ૨૮ સભ્યોના તેમના જૂથે નેપાળ-ચીન સરહદે સ્યાફ્રુબેસી પહોંચવાનું હતું, પરંતુ રસ્તામાં ચાનો બ્રેક લેવા માટે તેઓ ૧૦ મિનિટ રોકાયા. આ કારણે તેઓ થોડા પાછળ રહી ગયા. આ જ સમયમાં નદીમાં પૂર આવ્યું અને ડ્રાઈવરે તુરંત ગાડીને યુ-ટર્ન લઈ સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. દરમિયાન પૂરની તારાજીમાં સૌથી વધુ નુકસાન થયું હતું તે રસુવા જિલ્લામાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન સમયે બચાવ ટૂકડીએ હોનારતના ત્રણ દિવસ પછી તિમુરે ગામમાં છ વર્ષની એક બાળકીને કાદવ અને કાટમાળ નીચેથી જીવતી બહાર કાઢી હતી.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
