News of Monday, 31st August 2026
મધ્યપૂર્વ માં ત્રીજા વિશ્વયુદ્ધનો ભયાનક ધડાકોઃ ઈરાન માટે ઓઈલના સૌથી મોટા ગઢ સમાન ખાર્ગ આઈલેન્ડ પર વિસ્ફોટક હુમલો કર્યાનો ડોનાલ્ડ ટ્રમ્પનો સનસનાટીભર્યો દાવો
વિશ્વભરના તેલના બજારોમાં હાહાકાર અને મહા-વિસ્ફોટ: 'ઈરાનને આર્થિક રીતે બરબાદ કરી દેવા તેના તેલના કાળજા પર જ ઘા ઝીંકાયો છે' - ટ્રમ્પના આક્રમક નિવેદનથી ઈસ્લામિક દેશોમાં ભયાનક ફફડાટ: ઈરાનના કુલ ઓઈલ એક્સપોર્ટના ૯૦% હિસ્સા પર નિયંત્રણ ધરાવતા ખાર્ગ આઈલેન્ડ પર ભયાનક બોમ્બમારો

નવી દિલ્હી: મધ્યપૂર્વ (Middle East) ની ધરતી પરથી સમગ્ર માનવજાત અને વિશ્વના અર્થતંત્રને હચમચાવી મૂકે તેવા અત્યંત સનસનાટીભર્યા, ચોંકાવનારા અને મહા-યુદ્ધના ભયાનક ધડાકાના ન્યૂઝ સામે આવ્યા છે! ઈરાનની આર્થિક કરોડરજ્જુ ગણાતા અને તેના તેલ નિકાસના મુખ્ય અડ્ડા 'ખાર્ગ આઈલેન્ડ' (Kharg Island) પર ભયાનક હુમલો કરવામાં આવ્યો હોવાનો સનસનાટીભર્યો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે!
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે ઈરાનના અત્યંત મહત્ત્વપૂર્ણ ખાર્ગ ટાપુને અમેરિકન સૈન્ય કાર્યવાહીમાં નિશાન બનાવવામાં આવ્યો છે અને તેને ભારે નુકસાન પહોંચાડાયું છે. ખાર્ગ આઇલેન્ડ ઉત્તરી ફારસની ખાડીમાં આવેલું છે અને તે ઈરાનનું મુખ્ય ઓઇલ ટર્મિનલ છે. ઈરાનના કુલ ક્રૂડ ઓઈલના નિકાસનો લગભગ 90 ટકા હિસ્સો આ જ ટાપુ પરથી સંચાલિત થાય છે.
આ પહેલાં અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના લારક ટાપુ પર ડ્રોન હુમલો કર્યો હતો. અમેરિકન ઈન્ટેલિજન્સ મુજબ ઈરાનનું રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ત્યાંથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝના દરિયાઈ માર્ગમાં માઈન્સ (બારૂદી સુરંગો) દાગવાની તૈયારી કરી રહ્યું હતું. આ હુમલામાં IRGCના બે મિસાઈલ લોન્ચિંગ સિસ્ટમ નષ્ટ કરી દેવાયા હતા, જેમાં અનેક ઈરાની સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા.
અમેરિકન આક્રમણના જવાબમાં ઈરાને પણ જોર્ડન અને કતારમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો તરફ બેલેસ્ટિક મિસાઈલો દાગી હતી. જોર્ડનમાં આવેલા 'કિંગ હુસૈન' અને 'અલ-અઝરાક' એરબેઝના ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિમાનોના મથકોને ઈરાને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ, જોર્ડનની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાનની આશરે 8 મિસાઈલોને હવામાં જ પાડી દીધી હતી.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
