<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

નેપાળમાં હિમાલય ક્ષેત્રમાં ભયાનક કુદરતી હોનારતનો મહા-ધડાકોઃ ૫ દિવસ પછી પણ ૨૫૦૦થી વધુ લોકો ગુમ: કાળજી કંપાવનારો મૃતકાંક ૮૦૦ની નજીક પહોંચતાં સામૂહિક અંતિમ સંસ્કારની ફરજ પડી

ગ્લેશિયર ફાટતાં અને જળપ્રલય આવતાં ચારેય તરફ રાક્ષસી તારાજી અને ચારકોલ જેવો સન્નાટો: ૫-૫ દિવસ વીતી જવા છતાં ૨,૫૦૦થી વધુ અબાલ-વૃદ્ધો અને વિદેશી પ્રવાસીઓના પત્તા નથીઃ મોર્ગ (શવઘર) મૃતદેહોથી ઉભરાઈ જતાં અને દુર્ગંધ ફેલાતાં તંત્ર લાચાર બન્યુંઃ ઓળખ ન થાય તેવા વિકૃત મૃતદેહોના ડીએનએ (DNA) સેમ્પલ લઈને સામૂહિક રીતે દફનાવવાની/અંતિમ ક્રિયા કરવાની કરૂણ ફરજ પડી

નવી દિલ્હી:આપણા પડોશી દેશ નેપાળ અને હિમાલયન સરહદી વિસ્તારમાંથી માનવ ઈતિહાસને હચમચાવી મૂકે તેવા અત્યંત કાળજું કંપાવનારા અને વિસ્ફોટક કુદરતી આફતના મોટા ન્યૂઝ સામે આવ્યા છે! નેપાળમાં આવેલી ભયાનક આકાશી આફત અને જળપ્રલયને ૫-૫ દિવસનો સમય વીતી ગયો હોવા છતાં સ્થિતિ અતિ ભયાનક બની ગઈ છે.
મધ્ય નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં ફરી પૂરના પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે. સતત ત્રણ કલાક સુધી પાણીના તેજ વહાવના કારણે રશુવા અને ગોરખા વિસ્તારને જોડતો 130 મીટર લાંબો ઘ્યાલચોક-ચારૌદી પુલ ધરાશાહી થઈ ગયો છે. આ પુલ તૂટી જવાથી આસપાસના 400થી વધુ પરિવારોનો મુખ્ય સંપર્ક માર્ગ કપાઈ ગયો છે. આ પુલ સ્થાનિક ખેડૂતો માટે દૂધ અને શાકભાજી બજાર સુધી પહોંચાડવાનો એકમાત્ર રસ્તો હતો. અગાઉ 26 ઓગસ્ટે ધવાદિઘાટનો પુલ પણ વહી ગયો હતો, જેના કારણે હવે તમામ વૈકલ્પિક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
પૂર અને કાંપના કારણે સૌથી પડકારજનક રેસ્ક્યૂ ઓપરેશન હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સની ટનલમાં ચાલી રહ્યું છે. રશુવાના 'અપર ત્રિશૂલી-1' અને નુવાકોટના 'અપર ત્રિશૂલી-3A' પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે નેપાળી સેનાની સાથે ભારત, ચીન અને દક્ષિણ કોરિયાના નિષ્ણાતો તહેનાત છે. ભારતીય ટીમ ટનલની અંદર 3 કિલોમીટર સુધી અંદર જઈને તપાસ કરી રહી છે અને છેલ્લા બે દિવસમાં 250 જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ટનલની અંદર રસ્તો બનાવવા માટે સેનાના એન્જિનિયરો કંટ્રોલ્ડ બ્લાસ્ટિંગ અને ભારે મશીનોની મદદ લઈ રહ્યા છે.

 

 

 

 

 

(6:25 PM IST)