<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

શિક્ષણ જગતમાં ભયાનક ભૂકંપઃ દેશ-વિદેશમાં સંખ્યાબંધ ખાનગી અને સરકારી સ્કૂલોને લાગ્યાં ખંભાતી તાળાં

મસમોટી ફી અને આધુનિક શિક્ષણના દંભ વચ્ચે શાળાઓનો ભયાનક ફિયાસ્કો: આર્થિક સંકટ, વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા અને સંચાલકોની મસમોટી ગેરરીતિઓના કારણે શાળાઓ બંધ કરવાનો વારોઃ હજારો માસૂમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ભવિષ્ય કાળારાંતરમાં ધકેલાતાં વાલીઓમાં ભારે આક્રોશઃ દેશભર સહિત વિદેશી ધરતી પર પણ સ્કૂલોના શટરો ડાઉન થતાં ઈન્ટરનેશનલ એજ્યુકેશન સેક્ટરમાં ભયાનક સન્નાટો

નવી દિલ્હી: દેશ અને દુનિયાના શિક્ષણ ક્ષેત્રમાંથી એક અત્યંત સનસનાટીભર્યા અને ધડાકાભર્યા સમાચાર સામે આવ્યા છે! મસમોટી ફી વસૂલીને વટ પાડતી ખાનગી શાળાઓથી લઈને સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં એકાએક ભયાનક મંદી અને કટોકટીનો વિસ્ફોટ થયો છે. ભારત દેશના વિવિધ રાજ્યો સહિત વિદેશી ધરતી પર પણ સંખ્યાબંધ શાળાઓને અચાનક ‘ખંભાતી તાળાં’ વાગી જતાં શિક્ષણ જગતમાં ભારે હાહાકાર અને અફડાતફડી મચી ગઈ છે!
અમેરિકાનો જ દાખલો લ્યોને. અણુશક્તિના બહાને ઇરાનને હંફાવવા નીકળેલા અમેરિકાના એક મહત્ત્વના સ્ટેટમાં સંખ્યાબંધ સ્કૂલોને તાળાં લાગી ગયાં છે. ભારત જેવા વિકાસશીલ દેશોના ટીનેજર્સને અમેરિકા ભણવા જવાનો અભરખો હોય એ સમજી શકાય છે. પરંતુ મૂળ અમેરિકી પ્રજામાં સ્થાનિક શિક્ષણ સંસ્થાઓ વિશે જે લાગણી પ્રવર્તે છે એ તરફ આપણું ધ્યાન જતું નથી. તાજેતરમાં એક અહેવાલ પર ઊડતી નજર નાખવાની તક મળી. અહેવાલનો સાર એટલોજ હતો કે કેલિફોર્નિયા સ્ટેટમાં સંખ્યાબંધ સ્કૂલો ટપોટપ બંધ પડી રહી છે. સ્કૂલ છે પરંતુ વિદ્યાર્થીઓ નથી. આ અહેવાલનો ટૂંક સાર જોઇએ તો સ્કૂલો બંધ થવાનાં જે ત્રણ ચાર કારણો આપ્યાં છે એ આપણને નવાઇ લાગે એવાં છે. સૌથી મહત્ત્વનું કારણ આપણી જેમ અમેરિકામાં પણ છૂટાછેડાના કેસ વધ્યા છે. સાવ ક્ષુલ્લક કારણે દંપતીઓ છૂટાં પડી જાય છે. તો કેટલાક પરિવારમાં હવે ઓછાં બાળકોની પરંપરા વધી રહી છે. એકાદ બે બાળક બસ એવું લોકો મોંઘવારીના કારણે માનતા થયા છે. અન્ય રાજ્યોની તુલનાએ કેલિફોર્નિયામાં બર્થ રેટ ખૂબ નીચો ઊતરી ગયો. બાળકોની સંખ્યા પૂરતી ન હોય તો સ્કૂલ ચલાવવી કેવી રીતે ? બીજું મહત્ત્વનું કારણ શહેરી જીવન સતત વધી રહેલી મોંઘવારીના પગલે હવે લોકને રુચતું નથી. એટલે લોકો શહેરથી થોડે દૂર વસવાટ કરવા ચાલ્યા જાય છે. બહુ લાંબે રહેવા જાય એટલે ત્યાંથી સંતાનને દૂર દૂર સ્કૂલમાં મોકલતાં માબાપનો જીવ ચાલે નહીં. છેલ્લા એક દાયકામાં પાંચ લાખથી વધુ બાળકો આ રીતે દૂર રહેવા ચાલ્યા ગયા પરિણામે સ્કૂલને આર્થિક દ્રષ્ટિએ ચલાવવાનું પોષાય એવું રહ્યું નહીં. એ સંજોગોમાં કેટલીક પ્રતિષ્ઠિત સ્કૂલ પણ બંધ થઇ ગઇ. કેલિફોર્નિયામાં બાળકોની હાજરીની સંખ્યાના આધારે સ્કૂલને આર્થિક સહાય મળતી હોય છે. હવે બાળકો જ ન હોય તો સહાય શી રીતે મળે ? અને સતત આર્થિક ટંચાઇ હોય એવા સંજોગોમાં સ્કૂલ ચલાવવી શી રીતે એ એક યક્ષપ્રશ્ન બની રહે. પાંચેક વર્ષ પહેલાં કોવિડ રોગચાળા વખતે ફેડરલ ગવર્નમેન્ટ (કેન્દ્ર સરકાર) તરફથી આર્થિક મદદ મળતી થયેલી. રોગચાળાએ વિદાય લેતાં હવે એવી મદદ મળતી નથી. બાળકોનાં માતા પિતા પાસે વધારાની ફી કે બીજા આર્થિક માગણી કરી શકાતી નથી. અમેરિકામાં કાયદા ખૂબ કડક છે. મા બાપના ગજવાં ખાલી કરાવવા જેવું વર્તન ફક્ત ભારતમાં ચાલે જ્યારે સ્કૂલો મનમાની ફી ઊઘરાવે, પછી શિક્ષણ જેવું હોય તેવું. આર્થિક સંકડામણ હોય ત્યારે સારા શિક્ષકોને આકર્ષવા જેવો પગાર આપી શકાય નહીં.

 

(5:22 PM IST)