<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

કાર સેલ્સમેનમાંથી રાતોરાત બન્યો બેલ્જિયમનો રાજકુમાર: ૯૯.૫ ટકા DNA મેચ થતાં રાજવી પરિવારમાં મસમોટો ધડાકો

કિસ્મત કે સિકંદર: વર્ષોથી સામાન્ય કાર વેચતો શખ્સ નીકળ્યો શાહી લોહીનો વારસદારઃ રોયલ ફેમિલીના DNA ટેસ્ટે ફાડી નાખ્યો મોટો પર્દાફાશઃ ગરીબી અને સામાન્ય જિંદગી જીવતા યુવકને મળ્યો અબજોની મિલકતમાં હકઃ વિશ્વભરના મીડિયામાં સનસનાટી અને ખળભળાટ

નવી દિલ્હી  :ફિલ્મી વાર્તા કે કલ્પનાને પણ માત આપે તેવી એક સનસનાટીભરી ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે સામે આવી છે! અત્યાર સુધી શોરૂમમાં સામાન્ય કાર સેલ્સમેન તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવતો એક સામાન્ય યુવક રાતોરાત 'બેલ્જિયમનો રાજકુમાર' બની ગયો છે! લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈ અને જટિલ સાયન્ટિફિક પ્રક્રિયા બાદ સામે આવેલા DNA રિપોર્ટે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. રાજવી પરિવાર સાથે આ યુવકનો DNA રિપોર્ટ ૯૯.૫ ટકા મેચ થઈ જતાં જ તેને બેલ્જિયમના રાજવી પરિવારના અધિકૃત સભ્ય અને પ્રિન્સ તરીકે સ્વીકારવાની ફરજ પડી છે!
'ધ ઈન્ડિપેન્ડન્ટ'ના અહેવાલ મુજબ, પ્રિન્સ લોરેન્ટે સપ્ટેમ્બર 2025 માં જ જાહેરમાં ક્લેમેન્ટને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા હતા, જેનાથી વર્ષોથી ચાલતી વાનડેનકેરખોવના માતા-પિતા અંગેની અટકળોનો અંત આવ્યો હતો. બંને વચ્ચે કરાવવામાં આવેલા DNA ટેસ્ટમાં 99.5 ટકાનો મેચ સામે આવ્યો હતો.
ક્લેમેન્ટનો જન્મ ઓગસ્ટ 2000 માં થયો હતો, જે સમય પ્રિન્સ લોરેન્ટના 2003 માં ક્લેર કૂમ્બ્સ સાથે થયેલા લગ્ન પહેલાંનો છે. 90 ના દાયકામાં ક્લેમેન્ટની માતા અને પ્રિન્સ લોરેન્ટ રિલેશનશિપમાં હતા. વર્ષ 2025 માં જ્યારે ક્લેમેન્ટ એક ટીવી ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા અને તેમણે પોતાના પરિવારના ઇતિહાસ અંગે વાત કરી, ત્યારે આ રહસ્ય દુનિયા સમક્ષ ખૂલ્યું હતું. હવે પિતા અને પુત્ર વચ્ચે સંબંધો સુધરી રહ્યા છે અને કાર પ્રત્યેના સમાન શોખના કારણે બંને અવારનવાર મુલાકાત પણ કરે છે.

 

(5:39 PM IST)