<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ટેકનોલોજીની દુનિયામાં સનસનાટી અને વિશ્વનો પ્રથમ કિસ્સો: માણસે નહીં પણ AI બોસે કર્મચારીને નોકરીમાંથી તારપીટો કરી ઘરભેગો કર્યો

રોબોટિક બોસનો પિશાચી ફેંસલો: પર્ફોર્મન્સ અને ડેટા એનાલિટિક્સના આધારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ક્ષણવારમાં ગુલાબી ચીઠ્ઠી થમાવી દીધી: માનવ સંવેદના શૂન્ય થતાં ઘેરા પ્રત્યાઘાત

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં માનવ રોજગાર પર તોળાતા ખતરા અંગેનો અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો અને વિશ્વનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે કંપનીઓમાં મેનેજર કે એચઆર (HR) દ્વારા કર્મચારીઓની છટણી કરવામાં આવતી હોય છે, પરંતુ અહીં ઈતિહાસમાં પહેલીવાર એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમે જ સ્વાયત્ત બોસ તરીકે વર્તીને પોતાના જ કર્મચારીને નોકરીમાંથી બરતરફ (Terminate) કરી દીધો છે!
આ પ્રયોગ એન્ડોન લેબ્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. તેમના સ્ટોર એન્ડોન માર્કેટનું મેનેજમેન્ટ લૂના નામનો એઆઈ એજન્ટ કરી રહ્યો છે. કંપનીનો હેતુ એ તપાસવાનો છે કે, એઆઈને બિઝનેસ ચલાવવાની અને હ્યુમન કર્મચારીઓને મેનેજ કરવાની જવાબદારી સોંપવામાં આવે તો તે કેવી રીતે કામ કરે છે.
લૂના એન્થ્રોપિકના ક્લોડ એઆઈના ઓપસ ૪.૮ની મદદથી કામ કરી રહ્યો છે. લૂના દુકાન માટે વિવિધ વસ્તુઓ પસંદ કરવાની ઉપરાંત કિંમતો અને વર્ક ટાઈમ, નોકરી માટે કર્મચારીઓ શોધવા જેવી કામગીરી કરે છે. આ સ્ટોરમાં બુક્સ, આર્ટવર્ક, ગેમ્સ અને બ્રાન્ડેડ વસ્તુઓ વેચાય છે.
લૂનાએ કર્મચારીઓ માટે નિયમો બનાવ્યા હતા. નિયમોનું પાલન ન કરાતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

 

(5:56 PM IST)