<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ગ્લોબલ વિદેશ સેટલમેન્ટ રેન્કિંગમાં મોટો ધડાકો: વિદેશમાં સ્થાયી થવા માટે આ છે દુનિયાના ટોપ દેશો:અમેરિકા પછડાઈને ૨૦મા ક્રમે ફેંકાયું

વિશ્વના ૩૧ શ્રેષ્ઠ દેશોની ગ્લોબલ યાદીમાંથી ભારત ગાયબ: ઉત્કૃષ્ટ લાઈફસ્ટાઈલ, હાઈ સેલેરી અને સુરક્ષાના માપદંડોમાં યુરોપિયન દેશોનો દબદબો

નવી દિલ્હી: વિદેશમાં ભણવા, નોકરી કરવા કે કાયમી વસવાટ (PR/Settlement) કરવા ઈચ્છતા લોકો માટે એક અત્યંત ચોંકાવનારો વૈશ્વિક અહેવાલ સામે આવ્યો છે. વિદેશમાં સેટલ થવા માટે વિશ્વના બેસ્ટ દેશોની તાજેતરમાં જાહેર કરાયેલી યાદીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સુપરપાવર ગણાતું અમેરિકા (US) આ યાદીમાં પછડાઈને ૨૦મા ક્રમે પહોંચી ગયું છે, જ્યારે વિશ્વના શ્રેષ્ઠ ૩૧ દેશોની આ ગ્લોબલ યાદીમાં ભારતને સ્થાન જ મળ્યું નથી!
આ સર્વેક્ષણમાં વિશ્વભરના 162 દેશોમાંથી આવેલા 7,786 પ્રવાસીઓએ ભાગ લીધો હતો, જેના વિશ્લેષણ બાદ કુલ 31 દેશોને અંતિમ રેન્કિંગમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગ નક્કી કરવા માટે જીવનની ગુણવત્તા, નવા દેશમાં સ્થાનિક વાતાવરણમાં ભળી જવાની સરળતા, રોજગારીની તકો, વ્યક્તિગત આર્થિક સ્થિતિ તેમજ રહેઠાણ જેવી વ્યવહારુ સુવિધાઓને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષના પરિણામોમાં સ્થાનિક લોકોનું મૈત્રીપૂર્ણ વલણ અને સસ્તું-કિફાયતી જીવન નિર્ણાયક પરિબળ સાબિત થયા છે.
આ વર્ષે 31 દેશોની યાદીમાં ભારતને સ્થાન મળ્યું નથી. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતું અમેરિકા આ યાદીમાં 20મા સ્થાને ધકેલાઈ ગયું છે, જ્યારે નોર્વે 31મા સ્થાને રહીને યાદીમાં સૌથી છેલ્લું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષના સર્વેમાં કુલ 45 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પનામા
મેક્સિકો
થાઇલૅન્ડ
સંયુક્ત આરબ અમીરાત
બ્રાઝિલ
સ્પેન
સિંગાપોર
પોર્ટુગલ
મલેશિયા
લક્ઝમબર્ગ

 

(5:54 PM IST)