News of Monday, 17th August 2026
ગલ્ફ કટોકટી વચ્ચે વૈશ્વિક વ્યાપાર માટે મોટી રાહત: વારંવાર બંધ થતાં હોર્મુઝની અખાતથી કંટાળી નવો દરિયાઈ રસ્તો શોધી કાઢવામાં આવ્યો
વિશ્વ વેપાર પર તોળાતું જોખમ ટળશે: ભારતીય સમુદ્રી જહાજો પણ નવા સુરક્ષિત રૂટ પરથી માલસામાન મોકલવા સજ્જ: ઈંધણ અને સમયની થશે માતબર બચત

નવી દિલ્હી: મધ્ય પૂર્વ (Middle East) માં સતત વધતા ભૌગોલિક અને રાજકીય તણાવ તેમજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માં વારંવાર સર્જાતી નાકાબંધી અને જહાજો પરના હુમલાથી કંટાળીને હવે વૈશ્વિક વેપાર ક્ષેત્રે એક નવો અને સુરક્ષિત રૂટ શોધી કાઢવામાં આવ્યો છે. પર્શિયન ગલ્ફમાંથી પસાર થતાં આ પરંપરાગત રસ્તા પર ઈરાન અને અન્ય વિવાદોને કારણે ક્રૂડ ઓઈલ તેમજ કન્ટેનર જહાજોની અવરજવર વારંવાર અટકી જતી હતી, પરંતુ હવે નવા વિકલ્પ સાથે ભારતે પણ પોતાના કોમર્શિયલ જહાજો આ રસ્તે મોકલવાની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ માર્ગથી ચીનથી યુરોપની યાત્રા લગભગ 20 દિવસમાં પૂરી થઈ શકે છે. હાલમાં ચીનથી યુરોપ જતાં મોટા કન્ટેનર જહાજો હિંદ મહાસાગર, અરબી સાગર, લાલ સમુદ્ર અને સુએઝ નહેર થઈને ભૂમધ્ય સમુદ્ર થઈને યુરોપ પહોંચે છે. આર્કટિક રૂટ પર જહાજો ઉત્તર ચીનથી રવાના થશે, રશિયાના સાઇબેરીયન કિનારા પરથી આર્કટિક મહાસાગરમાં જશે અને ત્યાંથી યુરોપ તરફ આગળ વધશે.
ચીન લાંબા સમયથી ચિંતિત છે કે, તેનો મોટાભાગનો વેપાર અને ઊર્જા આયાતનો હિસ્સો અમુક સમુદ્રી માર્ગો પર નિર્ભર છે. તેને તેની મલક્કા દુવિધા'(મલક્કા ડાઈલેમા) સાથે પણ જોડવામાં આવે છે. મલક્કાના જળમાર્ગમાં સંકટ અથવા નાકાબંધી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલા માટે ચીન 'આઇસ સિલ્ક રોડ'ને માત્ર વેપાર માર્ગ તરીકે જ નહીં પરંતુ એક વ્યૂહાત્મક પ્રોજેક્ટ તરીકે પણ વિચારી રહ્યું છે. અમેરિકા અને યુરોપના રશિયા પર વધી રહેલા દબાણ વચ્ચે ચીન-રશિયા સહયોગનો આ માર્ગ ભવિષ્યમાં વૈશ્વિક વેપાર અને ભૂરાજનીતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
