તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
પશ્ચિમ યુરોપમાં ફરીથી કાળઝાળ હીટવેવનો પ્રકોપ: બ્રિટનમાં રેકોર્ડબ્રેક તાપમાન નોંધાવાની ભયાનક ભીતિ
આકાશમાંથી વરસશે અગનગોળા: ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિતના દેશોમાં રેડ એલર્ટ:ગ્લોબલ વોર્મિંગના પરિણામે યુરોપમાં સ્થિતિ અત્યંત ગંભીર

નવી દિલ્હી :હવામાનમાં આવી રહેલા ભયાનક પરિવર્તનને કારણે પશ્ચિમ યુરોપના દેશો ફરી એકવાર કાળઝાળ અને ભયાનક ‘હીટવેવ’ (લૂ)ની ચપેટમાં આવી ગયા છે. બ્રિટન, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ સહિતના પશ્ચિમ યુરોપિય દેશોમાં તાપમાનનો પારો ગગનચુંબી ઊંચાઈએ પહોંચી ગયો છે. હવામાન નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં બ્રિટનમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખે તેવું રેકોર્ડબ્રેક તાપમાન નોંધાઈ શકે છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
યુરોપમાં આ વર્ષે ગરમીએ જૂના તમામ રેકોર્ડ તોડયા છે. ફ્રાન્સ, ગ્રીસ, સ્પેન, જર્મની જેવા દેશોમાં તો ગરમીએ હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં પણ ગરમી હાહાકાર મચાવે છે. બ્રિટનમાં ઓગસ્ટ માસમાં મેક્સિમમ તાપમાનનો રેકોર્ડ ૨૦૦૩માં ૩૮.૫ ડિગ્રી નોંધાયો હતો. આ વર્ષે અમુક વિસ્તારોમાં ૩૮ ડિગ્રી સુધી ગરમી પડે તેવી શક્યતા છે. ભારત જેવા ગરમ દેશોની તુલનાએ બ્રિટન સહિત યુરોપના દેશોમાં કૂલિંગના સાધનો ઘરોમાં લગાવેલા હોતા નથી. દુકાનો અને ઓફિસ સિવાય ઘરોમાં એસી બહુ ઓછા જોવા મળે છે. તેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ઘરોમાં રહેવું અસહ્ય બની જાય છે. રોયલ નસગ કોલેજના જનરલ સેક્રેટરી નિકોલા રેન્જરે કહ્યું હતું કે હોસ્પિટલોમાં કામ કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. હોસ્પિટલની દોડધામ વચ્ચે નસગ સ્ટાફ માટે કામ કરવાનું કપરું બન્યુ છે. વધારે પડતી ગરમીથી અમુક નર્સ ચક્કર આવીને પડી ગયાના દાખલા બન્યા છે. બ્રિટનના મોટાભાગના વિસ્તારોમાં હવે દુષ્કાળ જેવી સ્થિતિ છે. પાણીની ભારે અછત થઈ રહી છે. પાણી પુરવઠો આપતી કંપનીઓએ કાર વૉશ કે સ્વીમિંગ પૂલ માટે પાણીના વપરાશ પર પ્રતિબંધ મૂકવા માટે સરકાર પાસે માંગ કરી છે. બ્રિટિશ સરકારના પર્યાવરણ મંત્રી એન્જેલા એગલ આ માંગણી સ્વીકારી લેશે તો ૨૦૦૬ પછી પહેલી વખત આવો પ્રતિબંધ લાગશે. બ્રિટનના દક્ષિણના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ વર્ષે આવી આગ લાગવાની ૧૦૧૭ ઘટનાઓ બની ચૂકી છે. આગની ઘટનાઓ રોકવા વડાપ્રધાન એન્ડી બર્નહામે લોકોને ખુલ્લામાં ભઠ્ઠીઓ ન ચલાવવાની સલાહ આપી છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
