તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
યુકે સહિતના દેશોમાં સૂર્યગ્રહણનું આકર્ષણ

વિશ્વના અનેક ભાગોમાં સૂર્યગ્રહણને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. યુકેમાં સૂર્યગ્રહણ દેખાવાનું હોઈ અનેક શોપ્સની બહાર સૂર્યગ્રહણ માટેના સ્પેશિયલ ચશ્મા માટે સવારથી લાંબી લાઈનો લાગી હતી. આ તસવીરમાં જે શોપની લાઈન છે તેમાં સવારથી ૧૦,૦૦૦થી વધુ ચશ્માનું વેચાણ થયું હતું. આ લાઈનની અન્ય એક વાત નોટિસ કરવા જેવી છે કે, યુકેમાં લાઈન પ્રત્યે લોકો સજાગ હોય છે. તેમાં ઘુસણખોરી નથી થતી. બીજી તરફ, દેશમાં સ્વચ્છતા પણ જોવા મળી રહી છે. ત્યાં સ્પેશિયલી કોઈ સ્વચ્છતા અભિયાન ચલાવવાની જરૂર નથી પડતી.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
