<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

અચાનક ધસી પડી ઈમારતો: ચારેબાજુ ચીસાચીસ! કોલંબિયામાં વિનાશક ભૂકંપથી ભારે તારાજી: ૧૩૨ લોકોના મોત: ૬ એરપોર્ટ બંધ

ધરતી ધ્રૂજતાં જ આકાશને અડતી ઈમારતો જમીનદોસ્ત: મકાનોના કાટમાળ નીચે સેંકડો લોકો દબાયાની ભીતિ:ઈમરજન્સી જાહેર કરીને રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

નવી દિલ્હી :દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં આવેલા શક્તિશાળી અને વિનાશક ભૂકંપે ભારે તારાજી સર્જી છે. ભૂકંપના ભયાનક આંચકાના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં અનેક બહુમાળી ઈમારતો અને મકાનો પત્તાના મહેલની જેમ અચાનક ધસી પડ્યા હતા. આ દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૨થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કોલંબિયાના પ્રમુખ Abelardo de la Espriellaએ બોગોટાથી માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શક્તિશાળી ભૂકંપને કારણે દેશભરમાં 1,575 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, દેશના 6 એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થતાં તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સનું ઓપરેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

કોલંબિયન જિયોલોજિકલ સર્વિસના જણાવ્યા અનુસાર, પશ્ચિમી કોલંબિયામાં સ્થાનિક સમય મુજબ સવારે 7:34 વાગ્યે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ચૌકો વિભાગના સાન જોસ ડેલ પાલ્મરનજીક જમીનમાં 96 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.

સંબંધિત તંત્ર અને અધિકારીઓ પ્રભાવિત પ્રાંતોની રાજધાનીઓ, સ્થાનિક મેયર અને તેમની ટીમ સાથે સતત સંપર્કમાં છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને અસરગ્રસ્તો સુધી સૌથી જરૂરી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

(5:44 PM IST)