News of Monday, 10th August 2026
ઓનલાઈન ગેમિંગની અદ્ભુત કમાલ: માત્ર ૨૨ વર્ષની નાની ઉંમરમાં આ યુવતી બની પૂરા ૧૪ હજાર કરોડની માલિક
ડિજિટલ યુગમાં સપનાં સત્ય સાબિત થયાં: ગેમિંગ ક્ષેત્રે મેળવેલી અભૂતપૂર્વ સફળતાથી દુનિયા આખી દંગ:યંગ જનરેશન માટે પ્રેરણાનો સ્ત્રોત બની

નવી દિલ્હી :ઓનલાઈન ગેમિંગની દુનિયામાંથી એક અત્યંત ચોંકાવનારા અને આશ્ચર્યચકિત કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. માત્ર ૨૨ વર્ષની નાની વય ધરાવતી એક યુવતીએ ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રે એવો ઇતિહાસ રચી દીધો છે કે તે જોતજોતામાં ૧૪ હજાર કરોડ રૂપિયાની તોતિંગ મિલકતની માલિક બની ગઈ છે.
Forbesના જણાવ્યા મુજબ 2026 ની યાદીમાં કિમ જંગ યુનની નેટવર્થ આશરે 1.7 અબજ ડોલર (આશરે 14,000 કરોડ રૂપિયા) છે. તે દક્ષિણ કોરિયાની છે, અને તેની સંપત્તિનો મુખ્ય સ્ત્રોત ઓનલાઇન ગેમિંગ છે. Forbes ની યાદીમાં તે 22 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી નાની વયના અબજોપતિઓમાં સામેલ છે. જોકે, વિશ્વની સૌથી નાની વયની મહિલા અબજોપતિનો રેકોર્ડ આ વર્ષે 20 વર્ષની એમિલી વાયગટના નામે છે. તેથી કિમ જંગ યુનને ખાસ કરીને સૌથી નાની વયની મહિલા 'ટેક' અબજોપતિ કહેવું વધુ યોગ્ય રહેશે.
કિમ જંગ યુનના પિતા કિમ જંગ જૂએ 1994 માં નેક્સન (Nexon) ની શરૂઆત કરી હતી. આ એ જ કંપની છે, જેણે ઓનલાઇન ગેમિંગની દુનિયામાં મોટો ફેરફાર કર્યો. નેક્સને MapleStory, KartRider અને Dungeon & Fighter જેવી ગેમ્સ બનાવી, જે વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય થઈ. ફોર્બ્સ મુજબ કંપની 80 થી વધુ લાઈવ ગેમ્સ ચલાવે છે, અને 72 થી વધુ દેશોમાં તેના યુઝર્સ છે. કિમ જંગ જૂએ માત્ર ગેમ બનાવવા પર ધ્યાન આપ્યું નહીં, પરંતુ ઓનલાઇન ગેમિંગના એ મોડેલને પણ આગળ વધાર્યું, જેમાં ગેમ મફતમાં રમી શકાય છે, અને કંપની અન્ય રીતે કમાણી કરે છે. નેક્સનને આ Free-to-Play મોડેલની શરૂઆતી અગ્રણી કંપની માનવામાં આવે છે.
કિમ જંગ યુનના જીવનમાં મોટો ફેરફાર વર્ષ 2022 માં આવ્યો. તેના પિતા કિમ જંગ જૂનું 54 વર્ષની વયે નિધન થયું. તેમના નિધન બાદ તેમની પુત્રીઓ કિમ જંગ મિન અને કિમ જંગ યુનને પરિવારની કંપનીમાં મોટી હિસ્સેદારી મળી. બંને બહેનોની સંપત્તિનો મોટો હિસ્સો નેક્સનની સૌથી મોટી શેરહોલ્ડિંગ કંપની NXC માં તેમની હિસ્સેદારી સાથે જોડાયેલો છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
