તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
દુનિયાની બે મોટી મહાસત્તાઓ ચીન અને અમેરિકાની ઊંઘ ઉડી જાય તેવા ભારત-ફ્રાન્સના યુગલ ચાલ: 6ઠ્ઠી પેઢીના ફાઈટર જેટથી આસમાનમાં સર્જાશે નવો સૂર્યોદય
ચીન અને અમેરિકાના એકાધિકાર સામે ભારતનો માસ્ટરસ્ટ્રોક: ફ્રાન્સના ટેકનોલોજીકલ સહયોગથી તૈયાર થશે આકાશનો કાળ:સુપરપાવર્સમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી :અત્યાર સુધી વિશ્વના આકાશ પર માત્ર ચીન અને અમેરિકા જેવી ગણતરીની મહાસત્તાઓનો જ એર-સુપ્રીમસીમાં એકહથ્થુ દબદબો રહ્યો છે. પરંતુ હવે ભારતે દુનિયાના આ સમીકરણોને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે કમર કસી લીધી છે. પોતાના પરમ મિત્ર દેશ ફ્રાન્સ સાથે હાથ મિલાવીને ભારતે છઠ્ઠી પેઢીના (6th Generation) અતિ-આધુનિક અને ઘાતક ફાઈટર જેટનું નિર્માણ કરવાનો જે માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે, તેનાથી વોશિંગ્ટનથી લઈને બીજિંગ સુધીના સંરક્ષણ નિષ્ણાતોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ મહત્વાકાંક્ષી કદમ ભારતની વાયુ શક્તિને 2040ના દાયકા સુધીમાં અતિ આધુનિક અને મજબૂત બનાવવાના હેતુથી ઉઠાવવામાં આવ્યું છે. છઠ્ઠી પેઢીના આ સિસ્ટમમાં સ્ટીલ્થ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત નિર્ણયો, રોયલ વિંગમેન ડ્રોન અને નેટવર્ક આધારિત યુદ્ધ ક્ષમતાઓ શામેલ છે, જે ભવિષ્યના યુદ્ધનું સ્વરૂપ બદલી નાખશે.
FCAS ની શરૂઆત 2017માં ફ્રાન્સ અને જર્મની વચ્ચે થઈ હતી, જેમાં પાછળથી સ્પેન પણ જોડાયું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એક નવું વિમાન બનાવવાનો નહોતો, પરંતુ એક આખી સિસ્ટમ તૈયાર કરવાનો હતો જેમાં મુખ્ય ફાઇટર જેટની સાથે રિમોટ કેરિયર ડ્રોન અને 'કોમ્બેટ ક્લાઉડ' નામનું ડેટા નેટવર્ક હોય. જોકે, એરબસ અને ડસોલ્ટ એવિએશન વચ્ચે નેતૃત્વ, કામની વહેંચણી અને બૌદ્ધિક સંપદાને લઈને ગંભીર મતભેદો ઊભા થયા હતા. આ દરમિયાન જૂન 2026માં ફ્રાન્સ અને જર્મની વચ્ચેના મતભેદો ચરમસીમાએ પહોંચતાં મૂળ વિમાન વિકાસ ક્ષેત્રે મડાગાંઠ સર્જાઈ હતી. ફ્રાન્સ હવે નવા ભાગીદારોની શોધમાં છે અને ભારત સાથેના તેના મજબૂત અને વિશ્વસનીય સંરક્ષણ સંબંધો તેને આ ગઠબંધન માટે એક ઉત્તમ દાવેદાર બનાવે છે.
ભારતીય વાયુસેના પાસે મંજૂર થયેલી સ્ક્વોડ્રનની સંખ્યા 42 છે, પરંતુ હાલમાં માત્ર 29 સ્ક્વોડ્રન જ સક્રિય છે અને જૂના વિમાનો ક્રમશઃ નિવૃત્ત થઈ રહ્યા છે. બીજી તરફ ચીન જેવા પડોશી દેશો ઝડપથી છઠ્ઠી પેઢીના પ્રોટોટાઇપનું પરીક્ષણ કરી રહ્યા છે. ભારતનું સ્વદેશી 'એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ' (AMCA) પાંચમી પેઢીનું સ્ટીલ્થ વિમાન છે, જે 2030 ના મધ્ય સુધીમાં સેવામાં સામેલ થશે. પરંતુ છઠ્ઠી પેઢીની ટેક્નોલોજી માટે વધારાની કૌશલ્ય અને સમય જરૂરી હોવાથી સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે કોઈ આંતરરાષ્ટ્રીય કન્સોર્ટિયમમાં જોડાવાથી ભારત ટેક્નોલોજીની રેસમાં પાછળ પડતાં બચી શકશે. ફ્રાન્સ સાથે પહેલાથી જ રાફેલ વિમાન અને સાફરાન સાથે 120 કિલોન્યૂટન થ્રસ્ટ વાળા એન્જિનનો સહ-વિકાસ ચાલુ હોવાથી આ ભાગીદારી ભારત માટે વધુ અનુકૂળ સાબિત થઈ શકે છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
