<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ટ્રમ્પ સરકારનો ભારતીય વિદ્યાર્થીઓ સામે વધુ એક કાળઝાળ પ્રહાર: F-1 વિઝાના ક્વોટામાં મોટો કાપ:અમેરિકા ડ્રીમ પર મોટો વજ્રપાત

વિદેશ અભ્યાસના સપના જોતા યુવાનોમાં હાહાકાર: આકરા નિયમો અને વિઝામાં ભારે ઘટાડો કરીને દરવાજા વાસી દીધા:હજારો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ

નવી દિલ્હી :અમેરિકામાં ભણવા અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની ગણતરી રાખતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ પર ટ્રમ્પ સરકારે વધુ એક મોટો આર્થિક અને માનસિક ધડાકો કર્યો છે. ટ્રમ્પ તંત્રે ભારતીય વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા F-1 સ્ટુડન્ટ વિઝામાં મોટો અને અભૂતપૂર્વ ઘટાડો કરવાની સનસનાટીભરી જાહેરાત કરી દીધી છે. અમેરિકી સરકારના આ અણધાર્યા અને કડક નિર્ણયથી ભારતના ખૂણે-ખૂણેથી વિદેશ જવા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વિઝા પ્રોસેસિંગના આકરા નિયમો અને ક્વોટામાં કરાયેલા કાપને કારણે હવે અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવો લોઢાના ચણા ચાવવા સમાન બની જશે. ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતા આ આકરા વલણથી શૈક્ષણિક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
રિપોર્ટના આંકડા અનુસાર, વર્ષ 2025 માં મે થી ઓગસ્ટ મહિના વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને F-1 વિઝા આપવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2024 માં આ જ સમયગાળા દરમિયાન 58,694 ભારતીયોને વિઝા મળ્યા હતા. આમ, ભારતીય વિદ્યાર્થીઓના વિઝામાં સીધો 62% નો મોટો ઘટાડો નોંધાયો છે.
બીજી તરફ, ચીની વિદ્યાર્થીઓની વાત કરીએ તો મે-ઓગસ્ટ 2025 દરમિયાન તેમને 40,034 વિઝા આપવામાં આવ્યા હતા, જે વર્ષ 2024 ના 61,075 ની સરખામણીએ 34% નો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે, વર્ષ 2024-25 ના શૈક્ષણિક સત્રમાં યુએસની યુનિવર્સિટીઓમાં કુલ 11,77,766 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જેમાંથી ભારત (3,63,019) અને ચીન (2,65,919) ના વિદ્યાર્થીઓ મળીને કુલ ટકાવારીનો 53% હિસ્સો ધરાવતા હતા.
મીડિયા અહેવાલો મુજબ, ટ્રમ્પ પ્રશાસન એક એવા મોટા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે, જે હેઠળ ગ્રેજ્યુએશન પછી જો કોઈ વિદ્યાર્થી અમેરિકામાં રહીને નોકરી કરવા માંગતો હોય તો તેણે સરકારને $100,000 (અંદાજે 95 લાખ રૂપિયા) ની જાડી ફી ચૂકવવી પડી શકે છે. આ ઉપરાંત, નવા વિઝા નિયમો લાવવાની પણ તૈયારી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો થયા પછી લાંબા સમય સુધી યુએસમાં રોકાઈ શકશે નહીં.
હાલની વ્યવસ્થા અનુસાર જ્યાં સુધી અભ્યાસ ચાલુ રહે ત્યાં સુધી વિઝા લંબાવી શકાતો હતો, પરંતુ હવે આ પ્રોસેસ બંધ કરીને કડક મર્યાદાઓ લાદવામાં આવી રહી છે.

 

(5:29 PM IST)