તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
યુક્રેન પર રશિયા ત્રાટક્યું: ભીષણ અને રક્તરંજિત હુમલામાં ૨૧ લોકોના કરૂણ મોત: આખું નગર હોમાયું
રણમેદાનમાં મોતનું તાંડવ: રશિયન મિસાઇલો અને ડ્રોનમારાથી રહેણાંક વિસ્તારો ભસ્મીભૂત:ચોતરફ ચીસાચીસ અને લોહીના ખાબોચિયાં:યુદ્ધના રૌદ્ર સ્વરૂપથી વિશ્વ સ્તબ્ધ

નવી દિલ્હી :રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગમાં ફરી એકવાર લોહિયાળ વળાંક આવ્યો છે. રશિયન દળોએ યુક્રેનના ઘીચ વસ્તી ધરાવતા વિસ્તારોને લક્ષ્ય બનાવીને આકાશમાંથી કાળમુખી મિસાઇલો અને ડ્રોનનો કટોકટીભર્યો મારો ચલાવ્યો છે. આ ભીષણ અને વિસ્ફોટક હુમલામાં કમનસીબે ૨૧ નિર્દોષ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજ્યા છે, જ્યારે ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘવાયા છે. ગોળાબારૂદના પ્રચંડ ધડાકાઓથી બહુમાળી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તાર ક્ષણભરમાં કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ધુમાડાના ગોટેગોટા અને આક્રંદ વચ્ચે બચાવ ટુકડીઓએ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. રશિયાના આ વિનાશક આક્રમણ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ મચી ગયો છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ તેના બેલેસ્ટિક મિસાઇલ-કમ-ડ્રોન એટેકમાં બુ્રઇંગ કંપની, બાંધકામ સામગ્રી બનાવતું વેરહાઉસ, ધંધાકીય સંકુલ, ટ્રેન સ્ટેશન, મેઇલ સોર્ટ કરતી ઓફિસને લક્ષ્યાંક બનાવી હતી, જેને આ યુદ્ધ સાથે સ્નાસૂતકનો પણ સંબંધ ન હતો. તેની સામે રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અમે હુમલો કર્યો તે કારોબારો કોઈને કોઈ સ્વરૂપમાં લશ્કર સાથે સંબંધ ધરાવતા હતા.
યુક્રેન રશિયાના બેલેસ્ટિક મિસાઇલો આંતરી શકતું ન હોવાથી તેણે સહયોગી દેશોને વિનંતી કરી છે કે તેઓ પૂરતા પ્રમાણમાં એર ડિફેન્સ સિસ્ટમ્સ આપે, જેથી રશિયાના હુમલાનો વધુ સારી રીતે સામનો કરી શકાય અને મૃત્યુઆંક ઘટાડી શકાય. જો અમારી પાસે પૂરતા પ્રમાણમાં એર ડિફેન્સ હોત તો હાલમાં મૃત્યુ પામ્યા છે તેટલા નાગરિકો મૃત્યુ પામ્યા ન હોત. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષના અર્ધવાર્ષિક સમયગાળામાં યુક્રેનને ડિફેન્સ મિસાઇલ પૂરુ પાડવાનું પ્રમાણ ૨૦૨૫ની તુલનાએ ત્રીજા ભાગનું થઈ ગયું છે. અમારા ભાગીદારો જો અમને મિસાઇલ પૂરા નહી પાડે તો અમારી જાનહાનિ સતત વધતી જ જશે. જો કે રશિયાના હુમલાનો યુક્રેને વળતો જવાબ આપ્યો હતો. શાંતિના કોઈ સંજોગો દેખાતા નથી ત્યારે રશિયાને વાટાઘાટના ટેબલ પર લાવવા યુક્રેન હવે રશિયામાં સતત ઊંડે પ્રહાર કરી રહ્યુ છે. તેની રીફાઇનરીઓ અને ઓઇલ ડેપોને લક્ષ્યાંક બનાવી રહ્યું છે. આવા જ એક હુમલામાં યુક્રેને રશિયાની ડ્રોન બનાવતી ફેક્ટરીના સીઇઓ પર હુમલો કર્યો હતો. રશિયન લશ્કર માટે એફપીવી ડ્રોન બનાવતી કંપની યુરાલડ્રોનજાવોદના સીઇઓ વ્લાદીમીર તકાચુક તેમની મર્સીડીઝ બેન્ઝ કારમાં જતા હતા ત્યારે તેમા બોમ્બ ફીટ કરાયો હતો. તેમની કાર ચાલતી હતી ત્યારે તેમા વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં તેમના ડ્રાઇવરનું મોત થયું છે અને તે ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ડ્રોનનો ઉપયોગ સશસ્ત્ર વાહનો ઉડાડવા માટે કરવામાં આવે છે. આ અગાઉ એક હુમલામાં અન્ય એક ડ્રોન ફેક્ટરીના વડા પર હુમલો કરવામાં આવ્યો હતો. આમ યુક્રેન હવે રશિયા માટે શસ્ત્રો ડિઝાઇન કરનારા પર પણ હુમલા કરી રહ્યું છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
