News of Thursday, 6th August 2026
‘આગના તોફાનો' સાથે સૂર્યની અભૂતપૂર્વ અને ડરામણી તસવીર કેપ્ચર: સૂર્ય મંડળનો આવો સનસનાટીભર્યો નજારો જોઈ વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા
બ્રહ્માંડમાં મોટો ખળભળાટ: સૂર્યની સપાટી પરથી ઉછળતી આગની અગનજ્વાળાઓ અને પ્રચંડ તોફાનો કેમેરામાં કેદ: પૃથ્વીના સેટેલાઇટ નેટવર્ક પર ખતરાની ઘંટી

નવી દિલ્હી :વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રની દુનિયામાંથી એક અત્યંત ચોંકાવનારા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. અવકાશ વૈજ્ઞાનિકોએ સૂર્યની એક એવી અતિ દુર્લભ અને સનસનાટીભરી તસવીર કેપ્ચર કરી છે, જેણે આખી દુનિયાના વિજ્ઞાનીઓને ચોંકાવી દીધા છે. આ તસવીરમાં સૂર્યની સપાટી પરથી માઈલો દૂર સુધી ઉછળતી 'આગની અગનજ્વાળાઓ' અને ભયાનક સૌર તોફાનો (Solar Storms) સ્પષ્ટપણે જોઈ શકાય છે. અત્યાર સુધીના ઇતિહાસમાં સૂર્યનો આવો રૌદ્ર અને ભયાનક અવતાર ક્યારેય જોવા મળ્યો નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, સૂર્ય પર થઈ રહેલી આ પ્રચંડ હલચલ અને સોલર ફ્લેર્સના કારણે પૃથ્વી પરના સેટેલાઇટ કમ્યુનિકેશન, જીપીએસ (GPS) અને પાવર ગ્રીડ સિસ્ટમ પર ગંભીર અસર થવાની પૂરેપૂરી શક્યતા છે. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે આ તસવીરે ભારે ખળભળાટ મચાવી દીધો છે.
વૈજ્ઞાનિકોએ સૂર્ય પર જે પ્રક્રિયા નિહાળી છે તેને કેલ્વિન-હેલ્મહોલ્ટ્ઝ (Kelvin-Helmholtz Instability) અસ્થિરતા તરીકે ઓળખવામાં આવે છે. આ અદભુત ઘટના ત્યારે સર્જાય છે જ્યારે પ્લાઝ્મા અથવા ગેસની બે અલગ-અલગ ધારા વિભિન્ન ગતિથી એકબીજાની પાસેથી પસાર થાય છે, જેના પરિણામે નાના-નાના ગોળાકાર વમળો બને છે. પૃથ્વી પર વાદળો, સમુદ્રના વિશાળ મોજાં અને ગુરુ જેવા ગ્રહોના વાતાવરણમાં અગાઉ આ પ્રક્રિયા જોવા મળી હતી, પરંતુ સૂર્ય જેવા વિશાળ તારા પર તેને પ્રથમ વખત આટલી ઉચ્ચ સ્પષ્ટતા સાથે કેદ કરવામાં આવી છે.
આ સંશોધનના મુખ્ય લેખક અને નેશનલ સોલર ઓબ્ઝર્વેટરીના વિજ્ઞાની ડૉ. ડેવિડ કુરિડ્જેના જણાવ્યા અનુસાર, આ નાના ભંવરો સૂર્યના શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રોને મોડે અને ગૂંચવે છે. જેના કારણે પ્રચંડ માત્રામાં મેગ્નેટિક એનર્જી એકત્ર થતી રહે છે અને આ ઊર્જા અચાનક બહાર નીકળવાથી સોલર ફ્લેર તેમજ કોરોનલ માસ ઇજેક્શન (CME) જેવી ખતરનાક ઘટનાઓ સર્જાય છે. જો આ સૌર તોફાનો પૃથ્વી તરફ આવે, તો તે આપણા સેટેલાઇટ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS), રેડિયો નેટવર્ક અને પાવર ગ્રીડને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. વળી, આ ભંવરો સૂર્યની સૌથી બહારની પરડ એટલે કે 'કોરોના' તેની સપાટી કરતાં અનેક ગણી વધુ ગરમ કેમ રહે છે તેનું મહત્ત્વપૂર્ણ રહસ્ય પણ ઉકેલી શકે છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
