તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
૧૮ વર્ષનો ટીનેજર બન્યો વિશ્વનો સૌથી નાની વયનો પ્રોફેસર
અમેરિકાના ૧૮ વર્ષીય નેથન થોમસે માયામી ડેડ કોલેજમાં પ્રોફેસર બની વિશ્વનો સૌથી નાની વયનો પુરુષ-પ્રોફેસર બનવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ફલોરિડા,તા.૬: આમ તો ૧૮ વર્ષની ઉંમરે ટીનેજરો કોલેજના પ્રથમ કે બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય છે, પરંતુ અમેરિકાના ફલોરિડાના નેથન થોમસે આ જ ઉંમરે એક અદ્વુત ઇતિહાસ રચી દીધો છે. નેથન માત્ર ૧૮ વર્ષ ૩૪૬ દિવસની ઉંમરે માયામી ડેડ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાઈને વિશ્વનો સૌથી નાની વયનો પુરુષ-પ્રોફેસર બન્યો છે. આ સાથે તેણે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને ૧૭૧૭થી (આશરે ૩૦૦ વર્ષથી) સ્કોટિશ ગણિતશાષી કોલિન મેક્લોરિનના નામે નોંધાયેલો રેકોર્ડ તોડી નાખ્યો છે.
નેથન થોમસની આ સિદ્ધિ પાછળ તેની અસાધારણ બુદ્ધિપ્રતિભા છે. તેણે માત્ર ૧૦ વર્ષની ઉંમરે કોલેજના ક્લાસ લેવાનું શરૂ કરી દીધું હતું. ૧૪ વર્ષની ઉંમરે તેણે એન્જિનિયરિગનો અભ્યાસ શરૂ કર્યો અને ૧૮ વર્ષની ઉંમર સુધીમાં તો ઇલેક્ટ્રિકલ એન્જાિનિયરિગમાં બેચલર્સ અને માસ્ટર્સ બન્ને ડિગ્રીઓ મેળવી લીધી હતી. હવે તે એ જ કોલેજમાં એન્જાિનિયરિગના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પ્રોગ્રામિગ ભણાવે છે જ્યાં તેના વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓ તેની જ ઉંમરના કે તેનાથી મોટા છે. નેથન કહે છે, ‘મને હતું કે હું ભવિષ્યમાં ક્યારેક ભણાવવા પાછો આવીશ, પણ આટલી વહેલી ઉંમરે આવીશ એવું વિચાર્યું નહોતું.' અત્યારે આ યંગ પ્રોફેસર એન્જિનિયરિગ ભણાવવાની સાથે યુનિવર્સિટી ઑફ માયામીમાંથી ચાર્ટર્ડ પેટન્ટ લોનો અભ્યાસ પણ કરી રહ્યો છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
