તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
૮૧ વર્ષના ‘દાદી'ને ૨૪ વર્ષના યુવક સાથે થયો પ્રેમ
પ્રેમની કોઈ ઉંમર નથી હોતી : એરપોર્ટ પરના તેમના મિલનનો વીડિયો વાયરલ થયો છે

પેરિસ તા.૪: પ્રેમની કોઈ ઉંમર નથી હોતી... આ કહેવત તમે અવારનવાર સાંભળી હશે, પરંતુ જ્યારે આ સત્ય સાબિત થાય છે, ત્યારે દુનિયા હેરાન રહી જાય છે. સોશિયલ મીડિયા પર આજકાલ આવો જ એક અનોખો કિસ્સો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેણે દરેકને વિચારવા મજબૂર કરી દીધા છે.
ફ્રાન્સની રહેવાસી ૮૧ વર્ષની એક મહિલાને ઈન્ટરનેટ દ્વારા આફ્રિકી દેશ સેનેગલના ૨૪ વર્ષના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. બે વર્ષ સુધી મળ્યા વગર માત્ર વીડિયો કોલ અને મેસેજ પર વાત કર્યા પછી, આ વૃદ્ધ મહિલાએ પોતાના પ્રેમીને મળવા માટે હજારો કિલોમીટરનું અંતર કાપી નાખ્યું, અને સેનેગલ પહોંચી ગઈ. એરપોર્ટ પર બંનેના મિલનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, અને તેના પર જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આજના ડિજિટલ યુગમાં અંતર કોઈ માયને નથી રાખતું, અને આ કપલે તેને સાબિત પણ કરી દીધું છે. ૮૧ વર્ષની ફ્રેન્ચ મહિલા અને ૨૪ વર્ષના સેનેગલના યુવક વચ્ચે ૫૭ વર્ષની મોટી ઉંમરનું અંતર છે. બે વર્ષ સુધી સતત ઓનલાઈન જોડાયેલા રહ્યા પછી, જ્યારે મહિલાએ સેનેગલના એરપોર્ટ પર પગ મુક્યો, તો બંને એકબીજાને ફિલ્મી સ્ટાઇલમાં ગળે મળતા જોવા મળ્યા. આ અનોખી ક્ષણનો વીડિયો કોઈકે કેમેરામાં કેદ કરી લીધો, જે હવે ઈન્ટરનેટ પર સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે.
આ સંબંધ માત્ર મળવા પૂરતો જ સીમિત નથી, પરંતુ આ કપલે પોતાના સંબંધને એક ડગલું આગળ વધારવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સ મુજબ, સેનેગલમાં મુલાકાત પછી, હવે આ જોડું ફ્રાન્સ પરત ફરવાની તૈયારી કરી રહ્યું છે. તેમની યોજના સપ્ટેમ્બર ૨૦૨૬માં સત્તાવાર રીતે લગ્ન કરવાની છે. આ નિર્ણય સામે આવ્યા પછી સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો તેને ઉંમરની પરવા કર્યા વગરનો સાચો પ્રેમ માની રહ્યા છે, તો ઘણા લોકો તેને લઈને સવાલો પણ ઉઠાવી રહ્યા છે
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
