<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

સિલિકોન વેલીના એઆઈ સામ્રાજ્યમાં અબજો ડોલરનું કોર્પોરેટ ષડયંત્ર:એન્થ્રોપિકના સૌથી એડવાન્સ AI મોડલ પર પ્રતિબંધ પાછળ મહાકાય એમેઝોનનો ગુપ્ત હાથ ખુલ્લો પડતાં ભારે સનસનાટી: ટેક માર્કેટમાં એકાધિકાર જમાવવાની ગંદી રમતનો પર્દાફાશ

મોડલની સ્પીડ અને પાવરને કંટ્રોલ કરવા માટે એમેઝોને જ પડદા પાછળથી પત્તાં રમીને ખેલ પાડ્યો: ઓપન-એઆઈને પછાડવાની રેસ વચ્ચે પાર્ટનર કંપની જ વિલન બનતા ટેક જગતમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી: આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુદ્ધમાં સુપરપાવર બનવા માટે ખેલાઈ રહેલા ખતરનાક કોર્પોરેટ જંગ વચ્ચે ગ્લોબલ આઈટી માર્કેટના પાયા હચમચાવી મુકતો અત્યાર સુધીનો સૌથી મોટો સનસનાટીભર્યો ધડાકો અમેરિકાની સિલિકોન વેલીમાંથી બહાર આવ્યો છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય વિગતો મુજબ, વિશ્વના સૌથી અદભુત એઆઈ મોડલ બનાવતી કંપની એન્થ્રોપિક (Anthropic) ના આગામી એડવાન્સ મોડલ પર મુકાયેલા પ્રતિબંધો અને નિયંત્રણો પાછળ તેની જ મુખ્ય રોકાણકાર કંપની એમેઝોન (Amazon) નો માસ્ટરમાઇન્ડ પ્લાન હોવાનું બહાર આવ્યું છે. અહેવાલો મુજબ, એમેઝોન પોતાના ક્લાઉડ પ્લેટફોર્મ AWS અને પોતાની એઆઈ સિસ્ટમને વધુ મજબૂત કરવા માંગે છે, જેના કારણે તેણે એન્થ્રોપિક પર દબાણ લાવીને તેના એડવાન્સ મોડલના ફ્રી માર્કેટ લોન્ચિંગ પર લગામ કસી દીધી છે. ટેક એક્સપર્ટ્સના મતે, આ પ્રતિબંધ પાછળ માત્ર ડેટા સિક્યોરિટી નહીં પરંતુ એઆઈ મોડલના કંટ્રોલ અને કમાણી પર પોતાનો કબજો જમાવવાની એમેઝોનની કોર્પોરેટ દાદાગીરી જવાબદાર છે, જેના લીધે હવે એન્થ્રોપિકના મેનેજમેન્ટ અને એમેઝોન વચ્ચે રાજીનામા અને કોર્ટ કચેરી સુધીની લડાઈ ખેલાવવાની પૂરેપૂરી સંભાવનાથી ટેક બજારમાં ભારે ગભરાટ ફેલાયો છે!

તેમણે વ્હાઈટ હાઉસના અધિકારીઓને જાણ કરી હતી કે, એન્થ્રોપિકના નવા એઆઈ મોડલ્સનો દુરુપયોગ સાયબર એટેક અને અન્ય સંવેદનશીલ પ્રવૃતિઓ માટે થઈ શકે છે. જે બાદ સરકારે એન્થ્રોપિક સાથે તાત્કાલિક ચર્ચા કરી હતી. અધિકારીઓએ કહ્યું, મોડલની કેટલીક ક્ષમતાઓ સુરક્ષાનું જોખમ ઊભું કરી શકે છે અને તેના પર વધુ નિયંત્રણની જરૂર છે. બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતા સરકારે કડક પગલું ભરીને પ્રતિબંધ જાહેર કર્યો હતો.  

આ નિર્ણય બાદ એન્થ્રોપિકે ફેબલ-૫ અને મીથોસ-૫ મોડલ્સની એક્સેસ વિશ્વભરમાં બંધ કરવી પડી હતી. કંપનીએ સરકારના નિર્ણય પ્રત્યે અસહમતિ વ્યક્ત કરતા જણાવ્યું કે, દર્શાવવામાં આવેલા જોખમોને વધારીને રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રકારના ફીચર્સ અન્ય કંપનીઓના એઆઈ મોડલ્સમાં પણ છે. ઉલ્લેખનીય છે કે, એન્થ્રોપિકના એઆઈ મોડલ્સ તેમના રિસર્ચ પાવર, કોડિંગ અને સાયબર સિક્યોરિટી સંબંધિત કામગીરી માટે જાણીતા છે. 

(5:35 PM IST)