<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

વૈશ્વિક બજારના ઈતિહાસનો સૌથી મોટો મહાવિસ્ફોટ:સ્પેસએક્સના રોકેટ સ્પીડ ઉછાળા સાથે ઇલોન મસ્ક બન્યા પૃથ્વીના સૌપ્રથમ ‘ટ્રિલિયોનેર’, ઇતિહાસ રચાયો: સંપત્તિનો આંકડો ૧ લાખ કરોડ ડૉલરને પાર

દુનિયાના તમામ અમીરો જોતા રહી ગયા અને ટેક કિંગ મસ્કે સ્પેસ માર્કેટમાં મારી ભયાનક એન્ટ્રી: રોકેટ કંપનીની કિંમત આસમાને પહોંચતા મસ્ક બન્યા માનવ ઈતિહાસના સૌથી પહેલા મહા-ધનકુબેર

નવી દિલ્હી: વૈશ્વિક શેરબજાર અને સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાંથી આખી દુનિયાની આંખો પહોળી કરી દે તેવા સૌથી મોટા સનસનાટીભર્યા આર્થિક સમાચાર સામે આવ્યા છે. ટેક્નોલોજીની દુનિયાના બેતાજ બાદશાહ ઇલોન મસ્કે પૃથ્વી પર નવો ઈતિહાસ રચી દીધો છે. મળતી બિલકુલ સનસનાટીભરી વિગતો મુજબ, ઇલોન મસ્કની એરોસ્પેસ કંપની ‘સ્પેસએક્સ’ (SpaceX) ના માર્કેટ વેલ્યુએશનમાં અકલ્પનીય તોતિંગ ઉછાળો આવતાની સાથે જ ઇલોન મસ્ક સત્તાવાર રીતે વિશ્વના સૌપ્રથમ ‘ટ્રિલિયોનેર’ (લાખ કરોડપતિ) બની ગયા હોવાની જાહેરાત વૈશ્વિક ફાઇનાન્સ એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે. સેટેલાઇટ ઇન્ટરનેટ અને મંગળ મિશનના દિલધડક પ્રોજેક્ટ્સના કારણે સ્પેસએક્સની માર્કેટ વેલ્યુ રોકેટની ગતિએ વધી છે, જેણે ઇલોન મસ્કની વ્યક્તિગત સંપત્તિને ૧ ટ્રિલિયન ડૉલરના જાદુઈ આંકડાની પાર પહોંચાડી દીધી છે! આ ઐતિહાસિક સિદ્ધિ સાથે મસ્કે વોલ સ્ટ્રીટથી લઈને આખી દુનિયાના આર્થિક જગતમાં ભારે ભૂકંપ લાવી દીધો છે અને સાબિત કર્યું છે કે ભવિષ્યના બિઝનેસ પર માત્ર ને માત્ર તેમનું જ એકહથ્થુ શાસન રહેશે!

આ સાથે સ્પેસએક્સ બે ટ્રિલિયન ડોલરથી વધુનું માર્કેટ કેપ નોંધાવનારી વિશ્વની છઠ્ઠી કંપની બની હતી. આ સાથે ફોર્બ્સના અંદાજ  મુજ મસ્કની સંપત્તિ ૧.૧ ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે.સ્પેસએક્સનો આઇપીઓ લોન્ચ કરવામાં આવ્યો ત્યારે સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોએ ૫૫.૫૬ કરોડ શેરો પ્રતિ શેર ૧૩૫ ડોલરના ભાવે ખરીદવાની તક ઝડપી લીધી હતી. આના પગલે ૨૦૧૯માં સાઉદી અરામ્કોનો આઇપીઓ આવ્યો ત્યારે સર્જાયેલા ૭૫ અબજ ડોલરના રેકોર્ડને સ્પેસએક્સે સરળતાથી વટાવી દીધો હતો.

મસ્કનું કહેવું છે કે સ્પેસેક્સ લોકો સમક્ષ એટલા માટે આવી કેમકે તેને તેના સેટેલાઇટ અને ડેટા સેન્ટરને સ્પેસમાં મૂકવાની અને મંગળ ગ્રહ પર લોકો માટે કોલોનીઓ સ્થાપવાની મહત્ત્વાકાંક્ષી યોજના માટે નાણાની જરુર હતી. તેણે જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે માનવીઓ ફક્ત એક જ પૃથ્વી પર નહીં પણ સૂર્યમાળાના અનેક ગ્રહ પર જીવે. 

ટેકનોલોજીકલ બ્રેકથુ્રની સાથે વ્યાપક દાવાઓ અને ચૂકી ગયેલી ડેડલાઈનાના લીધે સ્પેસએક્સ જંગી ખોટ કરતું હોવા છતાં પણ મસ્ક ટ્રિલિયોનર બની જશે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી. તેની કંપની સ્પેસમાં ફૂટબોલ સ્ટેડિયમના કદના ડેટા સેન્ટર લોન્ચ કરવાનું આયોજન ધરાવે છે. સ્પેસેક્સે ૨૦૨૫ અને ૩૧ માર્ચ ૨૦૨૬ની વચ્ચે ૮.૭ અબજ ડોલરની ખોટ નોંધાવી છે. વોલ સ્ટ્રીટના બેન્કરોનું માનવું છે કે કંપનીને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે અને તેથી તેમા મોટાપાાયા પર રોકાણ કરી રહ્યા છે. રિસર્ચ ફર્મ મોર્નિંગ સ્ટારના જણાવ્યા મુજબ કંપનીના શેરના આઇપીઓનો ભાવ ઓવરવેલ્યુડ છે, કારણ કે સ્પેસએક્સની ટેકનોલોજી  હજી સુધી સાબિત થયેલી નથી અને તેને ખૂબ જ મોટાપાયા પર મૂડીની જરુર છે. તેના અંદાજ મુજબ તેના આઇપીઓનું મૂલ્ય ૭૮૦ અબજ ડોલર જેટલું યોગ્ય છે, જે હાલના બજારમૂલ્યથી અડધું છે. 

(4:58 PM IST)