તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th June 2026
મિડલ ઈસ્ટમાં ઈરાન બાદ હવે અમેરિકાનો સીધો વેનેઝુએલામાં લોહિયાળ વિસ્ફોટ:ટ્રમ્પની ખતરનાક સેનાએ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા ગેંગના સામ્રાજ્યના લીરેલીરા ઉડાડ્યા: કુખ્યાત સરગના 'નીનો ગુરેરો' કૂતરાની મોતે ઠાર, જબરો ખળભળાટ!: વ્હાઇટ હાઉસનો વધુ એક મહાકાય સૈન્ય વિજય
વેનેઝુએલાથી અમેરિકા સુધી આતંક મચાવનારી 'ટ્રેન ડી અરાગુઆ' કાર્ટેલનો સફાયો: જેલ તોડીને ભાગેલો મોસ્ટ વોન્ટેડ ડ્રગ લોર્ડ અમેરિકી કમાન્ડોના સ્પેશિયલ ઓપરેશનમાં જીવતેજીવ ફાટી પડ્યો

નવી દિલ્હી: ઈરાન પર સૈન્ય શક્તિ પ્રદર્શન કર્યાના ગણતરીના દિવસોમાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સેનાએ પશ્ચિમી ગોળાર્ધમાં ડ્રગ માફિયાઓ સામે અત્યાર સુધીનું સૌથી મોટું અને ગુપ્ત સૈન્ય ઓપરેશન પાર પાડીને આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હોવાના સનસનાટીભર્યા અહેવાલો વ્હાઇટ હાઉસના સુત્રોમાંથી લીક થતાં વૈશ્વિક રાજકારણમાં જબરો ગરમાવો આવી ગયો છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, અમેરિકામાં ડ્રગ્સની હેરાફેરી, ખંડણી અને માનવ તસ્કરીનું નેટવર્ક ચલાવતી વેનેઝુએલાની સૌથી ઘાતક ગેંગ 'ટ્રેન ડી અરાગુઆ' (Tren de Aragua) ના સુપ્રીમો હેક્ટર રસ્ટનફોર્ડ ગરેરો ઉર્ફે 'નીનો ગુરેરો' (Nino Guerrero) ને અમેરિકી સ્પેશિયલ ફોર્સના કમાન્ડોએ એક ગુપ્ત ઓપરેશન દરમિયાન ઘેરી લઈને ઘટનાસ્થળે જ ઢેર કરી દીધો છે
ટ્રમ્પે આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, "'ટ્રેન ડે અરગુઆ' કાર્ટેલના આ આતંકવાદીઓ અને ડ્રગ તસ્કરો આ દુનિયામાં રહેવાને લાયક જ નથી. મારા નેતૃત્વ હેઠળ અમેરિકન સેના દુનિયાના કોઈપણ ખૂણેથી આંતરરાષ્ટ્રીય આતંકીઓનો પીછો કરીને તેમને ખતમ કરશે." અત્રે ઉલ્લેખનીય છે કે, ઠાર મરાયેલો ગુરેરો લાંબા સમયથી માનવ તસ્કરી, આતંકવાદ અને ડ્રગ્સ સપ્લાયના ગુનાઓમાં અમેરિકાની આંખમાં ખૂંચતો હતો.
રાજકીય વિશ્લેષકોના મતે, છેલ્લા બે દિવસથી ઈરાન પર થઈ રહેલા હુમલાઓને કારણે વૈશ્વિક બજારોને મોટો ધક્કો લાગ્યો હતો. હવે જ્યારે અમેરિકા ઈરાન સાથે શાંતિ સમજૂતીની ખૂબ જ નજીક હોવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે વૈશ્વિક સ્તરેથી ધ્યાન વહેંચવા માટે ટ્રમ્પે વેનેઝુએલામાં આ મોટું ઓપરેશન હાથ ધર્યું છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
