News of Friday, 12th June 2026
હિંદ મહાસાગરના પાતાળમાંથી નીકળ્યું માછલીઓનું અત્યાર સુધીનું સૌથી મોટું ભયાનક 'કબ્રસ્તાન': હજારો ફૂટ ઊંડેથી મળ્યા ૫૩ લાખ વર્ષ જૂના ખૂંખાર શાર્કના અશ્મિઓ:વૈજ્ઞાનિક જગતમાં રીતસરનો ભૂકંપ
રાક્ષસી આકારની પ્રાચીન શાર્કના હજારો દાંતનો મસમોટો જથ્થો મળતાં દરિયાઈ રહસ્યો પરથી ઊંચકાશે પડદો: પૃથ્વીના વિનાશ અને આબોહવા પરિવર્તનની ગૂંચ ઉકેલવા આંતરરાષ્ટ્રીય સ્તરે મસમોટું સંશોધન શરૂ

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન અને દરિયાઈ સંશોધનની દુનિયાને હચમચાવી મૂકનારા સૌથી મોટા અને રહસ્યમય અહેવાલો હિંદ મહાસાગરમાંથી સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ટોચના વિજ્ઞાનીઓની ટીમે દરિયાના પેટાળમાં કરેલા એક ગુપ્ત સર્વેક્ષણ દરમિયાન પૃથ્વીના ઇતિહાસની સૌથી અદભુત શોધ કરી છે. મળતી બિલકુલ પાકી વૈશ્વિક વિગતો મુજબ, હિંદ મહાસાગરના તળિયેથી કરોડો વર્ષ જૂની અને લુપ્ત થઈ ચૂકેલી શાર્ક માછલીઓની પ્રજાતિઓનું સામૂહિક કબ્રસ્તાન મળી આવ્યું છે, જેમાં ૭૫૦૦ થી વધુ પ્રાચીન દાંત અને હાડકાના અવશેષો જપ્ત કરાયા છે. સંશોધકોના મતે આ અવશેષો પૃથ્વી પર હિમયુગ શરૂ થયો તે પહેલાના એટલે કે આશરે ૫.૩ મિલિયન વર્ષ જૂના છે. સમુદ્રના આ અંધારા ઝોનમાં આટલી મોટી સંખ્યામાં હિંસક માછલીઓ એકસાથે કેવી રીતે દફન થઈ ગઈ, તે રહસ્ય ઉકેલવા માટે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ અત્યાધુનિક લેબોરેટરી ટેસ્ટ શરૂ કર્યા છે, જે આગામી દિવસોમાં પૃથ્વીના અસ્તિત્વના અનેક કાળા ડિબાંગ રહસ્યો પરથી પડદો હટાવશે તે નક્કી છે!
પ્રતિષ્ઠિત સાયન્સ મેગેઝિન 'નેચર જર્નલ'માં પ્રકાશિત થયેલા સંશોધન અહેવાલ અનુસાર, આ સ્થળ પૃથ્વી પર અત્યાર સુધી જાણીતું સૌથી ઊંડું અને સૌથી જૂનું વ્હેલ કબ્રસ્તાન છે. અહીં મળી આવેલા કેટલાક અવશેષો અને હાડપિંજરો અંદાજે 53 લાખ વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે.
આ અતિ મુશ્કેલ ગણાતી શોધ માટે ચીની વૈજ્ઞાનિકોએ “ફેન્ડોઝે” નામની અત્યાધુનિક અને નાની સબમર્સિબલ પનડૂબીનો ઉપયોગ કર્યો હતો. વર્ષ 2023 દરમિયાન આ પનડૂબીએ સમુદ્રના અત્યંત જોખમી વિસ્તારોમાં કુલ 32 ઊંડી ડૂબકીઓ લગાવીને આ ડેટા એકત્ર કર્યો હતો.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હિંદ મહાસાગરમાં ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગની નજીક લગભગ 1,200 કિલોમીટર લાંબા વિશાળ વિસ્તારમાં આ હાડપિંજરો ફેલાયેલા છે. સમુદ્રના આ ચોક્કસ વિસ્તારને વૈજ્ઞાનિક પરિભાષામાં “ડાયમેન્ટિના ઝોન” તરીકે ઓળખવામાં આવે છે.
સમુદ્રની સપાટીથી લગભગ 7 કિલોમીટર જેટલી આશ્ચર્યજનક ઊંડાઈએ પનડૂબીના રોબોટિક હાથોની મદદથી સંશોધકોએ આશરે 500 જેટલા હાડપિંજરોના નમૂનાઓ સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે. સંશોધકોનું અનુમાન છે કે આ સમગ્ર વિસ્તારમાં 1 કરોડથી વધુ વ્હેલ માછલીઓના હાડપિંજરો દફન હોઈ શકે છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
