<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

યુરોપના આયરલેન્ડમાં વિદેશીઓ સામે ભયાનક આક્રોશ, ફાટી નીકળ્યા પ્રચંડ કોમી રમખાણો, આખો દેશ ભડકે બળ્યો: શરણાર્થીના જીવલેણ હુમલાનો વીડિયો વાઈરલ થતાં જ સ્થાનિક જનતાનો પિત્તો ગયો: બસો, ટ્રેનો અને ઇમિગ્રન્ટ્સના મકાનોમાં કરાઈ લોહિયાળ આગચંપી, ભારે નાસભાગ

ઘૂસણખોરો પાછા જાઓ ના નારા સાથે હજારો લોકો હથિયારો સાથે માર્ગો પર ઉતર્યા: વિદેશી નાગરિકો પર હુમલા થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ફફડાટ: સ્થિતિ બેકાબૂ બનતા સેના તૈનાત: અકિલ દિલચસ્પ વિગતો

નવી દિલ્હી: શાંત અને સમૃદ્ધ ગણાતા યુરોપિયન દેશ આયરલેન્ડમાં વિદેશી શરણાર્થીઓ અને સ્થાનિક પ્રજા વચ્ચે ભયાનક ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હોવાના સનસનાટીભર્યા અહેવાલો મળી રહ્યા છે. મળતી બિલકુલ પાકી વૈશ્વિક વિગતો મુજબ, એક શરણાર્થી દ્વારા સ્થાનિક નિર્દોષ લોકો પર કરાયેલા લોહિયાળ હુમલાનો સીસીટીવી વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ જતાં આખા દેશની જનતા લોહીઉકાળા સાથે રસ્તા પર ઉતરી આવી છે. આઇરિશ પ્રજાએ વિદેશી ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોરચો ખોલીને રાજધાની ડબલિન સહિતના શહેરોને રીતસર બંધક બનાવી લીધા છે. ઉશ્કેરાયેલા ટોળાઓએ રસ્તા પર દોડતી જાહેર બસો, પોલીસના વાહનો અને વિદેશીઓના રહેણાંક મકાનો પર પેટ્રોલ બોમ્બ ફેંકીને પ્રચંડ આગચંપી કરી છે. માર્ગો પર સળગતી બસોના લીધે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાઈ રહ્યા છે. વિદેશીઓને વીણી-વીણીને નિશાન બનાવાતા હોવાથી ત્યાં રહેતા અન્ય દેશના નાગરિકોમાં જીવ બચાવવા ભારે દોડધામ મચી ગઈ છે. આ કટોકટીની સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે કટોકટી જાહેર કરીને હાઈટેક સેના અને પોલીસ કમાન્ડોના કાફલા ખડકી દીધા છે, છતાં હિંસાનો ભડકો વધુ ઉગ્ર બનતાં સમગ્ર યુરોપમાં ભારે ચકચાર જાગી છે!
 આ ઘટનામાં એક નાગરિકે પોતાની આંખ ગુમાવી હતી. સ્ટેબિંગની ઘટનાનો આરોપી વિદેશી હોવાની જાણ થયા બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા, અને જ્યાં પણ વિદેશી નાગરિકો રહે છે ત્યાં હુમલા શરૂ કરી દેવામાં આવ્યા હતા. અનેક વીડિયો અને તસવીરો સામે આવી છે જેમાં ઠેરઠેર બસો, કાર, ઇમારતો સળગેલી સ્થિતિમાં જોઇ શકાય છે.
 ઉત્તરીય આયરલેન્ડમાં પોલીસ પર પણ બેફામ હુમલા કરવામાં આવ્યા હતા.  સોમવારે સ્ટેબિંગની ઘટના બની હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો, જેમાં સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે હુમલાખોર સ્ટેબિંગની નહીં પણ પીડિતનું ગળુ કાપવા માગે છે. આ વીડિયો ખૂબ શેર કરવામાં આવ્યો, જે બાદ જ ઠેરઠેર હિંસાની ઘટનાઓ સામે આવવા લાગી.
મુખ્યત્વે વિદેશી નાગરિકોને નિશાન બનાવીને માસ્કધારીઓએ બેફામ હુમલા કર્યા. હિંસા પહેલા માસ્ક પહેરીને અનેક લોકો રસ્તા પર ઉતર્યા હતા અને ઇમિગ્રન્ટ્સ સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા. જે બાદ પોલીસ અને જાહેર સ્થળો, વાહનો પર બેફામ હુમલા કર્યા હતા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. દરમિયાન સ્ટેબિંગની ઘટનામાં જે વ્યક્તિએ પોતાની એક આંખ ગુમાવી તેના પરિવારના લોકોએ સ્થાનિકોને શાંતિની અપીલ કરી હતી એટલુ જ નહીં આયરલેન્ડના વિકાસમાં વિદેશીઓના યોગદાનને પણ યાદ કર્યું હતું.   

 

(5:25 PM IST)