તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
હોર્મુઝ નાકાબંધી વચ્ચે વૈશ્વિક ઓઈલ માર્કેટમાં સનસનાટીભર્યો ખેલ: મહાસત્તા અમેરિકાની વ્યુહરચના ઉંધી વળી:વોશિંગ્ટન જોતું જ રહી ગયું: ભારત, ચીન અને પાકિસ્તાને ઈરાન સાથે સીધી ગોઠવણ કરીને ઉઠાવ્યો મસમોટો ફાયદો
વિશ્વના સૌથી મોટા ઓઈલ ચોકપોઈન્ટ પર યુદ્ધની ભયાનક અસર: પશ્ચિમી દેશોમાં તેલના કૂવા સુકાયા, પણ એશિયન ત્રિપુટીએ સેફ રૂટ મેળવી આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં માર્યો મોટો સિક્સર

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં ફાટી નીકળેલા ભયાનક યુદ્ધ અને હોર્મુઝ સામુદ્રધુની (Strait of Hormuz) ના સદંતર બ્લોકેજ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલનો એક એવો ગંદો અને માતબર ખેલ શરૂ થયો છે જેમાં અમેરિકાના હોશ ઉડી ગયા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓના પાકા અહેવાલ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં જ વૈશ્વિક સ્તરે ૧૯૭૦ પછીની સૌથી મોટી ઉર્જા કટોકટી સર્જાઈ છે અને ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૧૪ ડોલરને પાર થઈ ગયા છે. અમેરિકાએ ઈરાનને ઘેરવા માટે દક્ષિણી બંદરોની નાકાબંધી કરી દીધી હતી, પરંતુ આ આખા ખેલમાં ભારત, ચીન અને પાકિસ્તાન સુપર સ્માર્ટ સાબિત થયા છે. આ ત્રણેય દેશોએ ઈરાનની ક્રાંતિકારી ગાર્ડ્સ (IRGC) સાથે ખાસ વાટાઘાટો કરીને 'તેહરાન ટોલ બૂથ' અંતર્ગત પોતાના ઓઈલ ટેન્કરો માટે સુરક્ષિત પેસેજ (Safe Passage) મેળવી લીધો છે! અમેરિકાના કડક પ્રતિબંધો અને 'પ્રોજેક્ટ ફ્રીડમ' ની એરપોર્ટ જેવી એન્ફોર્સમેન્ટ લાઈનો વચ્ચે પણ ભારતની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) સહિત ચીનના ટેન્કરો આ રૂટ પરથી તેલ મેળવવામાં સફળ રહ્યા છે, જ્યારે સુપરપાવર અમેરિકા આ એશિયન કૂટનીતિ સામે બિલકુલ લાચાર બનીને જોતું રહી ગયું છે!
રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસ સપ્લાય કરતાં વિશાળ જહાજો તદ્દન ગુપ્ત રીતે આ ખતરનાક માર્ગ પાર કરી રહ્યા છે. આ જહાજો પકડાઈ ન જાય તે માટે તેઓ પોતાના લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ અને સર્વેલન્સ રડાર સંપૂર્ણપણે બંધ કરી દે છે, જે સમુદ્રી સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત જોખમી માનવામાં આવે છે.
શિપિંગ ડેટાના વિશ્લેષણ દ્વારા સામે આવ્યું છે કે હોર્મુઝ જળમાર્ગ અથવા પર્શિયન ગલ્ફમાંથી પસાર થતી વખતે મોટાભાગના ઓઇલ ટેન્કરો હવે 'ડાર્ક મોડ'માં કામ કરી રહ્યા છે. આ જહાજો ખાડી દેશોમાં પ્રવેશીને ઓઇલ લોડ કરતી વખતે કે સરહદ પાર કરતી વખતે પોતાના ટ્રાન્સપોન્ડર એટલે કે AIS(ઑટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ)ને બંધ કરી દે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અગાઉ માત્ર ઈરાન સાથે જોડાયેલા જહાજો જ અમેરિકન પ્રતિબંધોથી બચવા માટે આ યુક્તિ અપનાવતા હતા, પરંતુ હવે સામાન્ય કોમર્શિયલ જહાજો પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવા લાગ્યા છે. એક મેરીટાઇમ ઇન્ટેલિજન્સ ફર્મના આંકડા મુજબ, આ વિસ્તારમાંથી પસાર થતા આશરે 57% જહાજોએ પોતાના ટ્રાન્સપોન્ડર બંધ રાખ્યા હતા, જે મે મહિનામાં વધીને 65.2%ની રૅકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
