તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભયાનક એંધાણ: ભારત સરકારની કટોકટીભરી એડવાઈઝરી:તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: યુદ્ધના ભણકારા વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં: પરિસ્થિતિ અત્યંત ગંભીર
વિદેશ મંત્રાલયે જાહેર કરી હાઈ-એલર્ટ માર્ગદર્શિકા: ઈરાન જવાનું સદંતર ટાળવા અને ત્યાં વસતા નાગરિકોને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા આદેશ:વૈશ્વિક સ્તરે ભારે ફફડાટ

નવી દિલ્હી: મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા પ્રચંડ તણાવ અને યુદ્ધની ભયાનક સ્થિતિને જોતા ભારત સરકારે એક અત્યંત સંવેદનશીલ અને મોટો નિર્ણય લીધો હોવાના સનસનાટીભર્યા સમાચાર મળી રહ્યા છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ગમે ત્યારે મિસાઇલ યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી આશંકા હોવાથી ભારતના વિદેશ મંત્રાલયે ઇરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે સુરક્ષિત સ્થળે અથવા ભારત પરત ફરી જવા તાકીદ કરી છે. આ ઉપરાંત ભારતીયોને હાલ પૂરતો ઇરાનનો પ્રવાસ ન ખેડવા કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. આ એડવાઇઝરી બહાર પડતા જ વિદેશમાં રહેતા ભારતીયોના પરિવારોમાં ભારે ચિંતા અને ગભરાટનો માહોલ છવાઈ ગયો છે!
સોમવાર, 8 જૂનના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતીય દૂતાવાસે એક નોટિસ શેર કરી છે. દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને ઈરાનની કોઈપણ પ્રકારની યાત્રા ન કરવા માટે કડક આદેશ આપ્યો છે. આ માર્ગદર્શિકામાં માત્ર પ્રવાસ ટાળવાની જ વાત નથી કરવામાં આવી, પરંતુ જે ભારતીય નાગરિકો, વ્યવસાયીઓ કે વિદ્યાર્થીઓ હાલમાં ઈરાનની અંદર વસવાટ કરી રહ્યા છે, તેમને તાત્કાલિક દેશ છોડવા ઉપલબ્ધ વાહન વ્યવહારની મદદથી દેશ છોડવા નિર્દેશ આપ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક મહિનાઓથી સુરક્ષા વ્યવસ્થા સતત કથળી રહી છે. ઈઝરાયલ દ્વારા ઈરાન અને લેબનોન પર કરવામાં આવેલા હવાઈ હુમલા અને તેના જવાબમાં ઈરાન તથા યમનના હૂથી જૂથો દ્વારા કરાયેલા મિસાઈલ મારો - આ તમામ ગ્લોબલ ડેવલપમેન્ટ્સના લીધે કોઈપણ ક્ષણે ફરીથી મોટું આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળવાની દહેશત છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
