તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
મેડિકલ સાયન્સમાં ઐતિહાસિક મહાક્રાંતિ: ઇતિહાસમાં પહેલીવાર AI ની મદદથી બનાવાઈ અકસીર વેક્સિન: ભયાનક મહામારીઓ સામે પૃથ્વી પર અજેય કવચ તૈયાર: મેડિકલ જગત સ્તબ્ધ
જે રસી બનાવતા ૧૦ વર્ષ લાગતા તે AI એ ગણતરીના દિવસોમાં કરી બતાવી: જીવલેણ વાયરસોનો કચ્ચરઘાણ નીકળી જશે:વૈજ્ઞાનિકોની અદ્ભુત સફળતાથી આખી દુનિયામાં ભારે હલચલ

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે અવારનવાર ફાટી નીકળતા જીવલેણ વાયરસો અને મહામારીના ભય વચ્ચે વિજ્ઞાન જગતમાંથી પૃથ્વીવાસીઓ માટે એક સુપર સનસનાટીભર્યા અને શાનદાર સમાચાર મળી રહ્યા છે. મળતી બિલકુલ પાકી અને અધિકૃત વિગતો મુજબ, વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના સુપર કમ્પ્યુટર્સનો ઉપયોગ કરીને એક એવી અત્યંત પાવરફુલ વેક્સિન ડિઝાઇન કરી છે, જે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિને અસાધારણ ગતિએ મજબૂત કરી શકે છે. લેબોરેટરીના કડક પરીક્ષણોમાં આ AI જનરેટેડ વેક્સિને ધાર્યા કરતા અબજો ગણું ઉત્કૃષ્ટ પરિણામ આપતા તબીબી આલમમાં પ્રચંડ ચકચાર જાગી છે!
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ વેક્સિન કોરોના વાયરસના તમામ વેરિએન્ટ્સ સામે લડી શકે છે. આ વેરિએન્ટ્સમાં હાલમાં પ્રાણીઓમાં જોવા મળતા વેરિએન્ટ્સનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે, વેક્સિન કોઈ એક ચોક્કસ વાયરસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે પરંતુ, વાયરસ સમય જતાં પોતાનું સ્વરૂપ બદલે છે. જેના કારણે નવી વેક્સિન અથવા બૂસ્ટર ડોઝની જરૂર પડે છે. કેમ્બ્રિજની ટીમે અલગ-અલગ કોરોના વાયરસના જિનેટિક ડેટાનો ઉપયોગ કરીને એઆઈની મદદથી એક ખાસ સુપર એન્ટિજન તૈયાર કર્યું છે.
આ સુપર એન્ટિજન શરીરની ઈમ્યુન સિસ્ટમને વાયરસના અનેક પ્રકારોને ઓળખવાની ટ્રેનિંગ આપે છે. આ વેક્સિનનું પહેલું ટ્રાયલ ૩૯ લોકો પર કરવામાં આવ્યું હતું. જેમાં, શરૂઆતના પરિણામો મુજબ વેક્સિન સુરક્ષિત હોવાનું જણાયું હતું. હવે, લગભગ ૨૦૦ લોકો પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફ્લુ, બર્ડ ફ્લૂ અને ઈબોલા જેવા રોગો સામે પણ નવી વેક્સિન ડેવલપ કરવામાં આવશે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
