<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ઉંદરની અસલી ત્‍વચામાંથી બની છે આ અન્‍ડરવેઅર

ઓસ્‍ટ્રેલિયાના એક બુટિકે વિચિત્ર અન્‍ડરવેઅર બનાવી છે જે ખૂબ વાઇરલ થઈ છે

સીડની,તા.૬: ઓસ્‍ટ્રેલિયાના એક બુટિકે વિચિત્ર અન્‍ડરવેઅર બનાવી છે જે ખૂબ વાઇરલ થઈ છે. અહીંની ફેશનની દુનિયામાં એક શોકિગ ટ્રેન્‍ડ શરૂ થયો છે એ જોઈને પણ ચીતરી ચડે એવો છે. આ બુટિકે અસલી ઉંદરોની ત્‍વચા જ અન્‍ડરવેઅર પર ચીપકાવી દીધી છે. સામાન્‍ય રીતે ઉંદરનું નામ પડે તોય સૂગ ચડે, પરંતુ ઑસ્‍ટ્રેલિયાની કેટલીક મહિલાઓ ઉંદરોની ચામડીથી ડેકોરેશન કરેલી હોય એવી અન્‍ડરવેઅર પહેરવાની શોખીન છે. આ બેન્‍ડનું નામ છે રેટ ગિઝાર્ડ ઑડિટીઝ એના ડિઝાઇનરે ગયા વર્ષે અસલી ટેક્‍સીડર્મી ઉંદરોને અન્‍ડરવેઅર પર સીવવાનો આઇડિયા આપ્‍યો હતો. ટેક્‍સીડર્મી ઉંદરમાં મરી ગયેલા ઉંદરની અંદરનો સડી જાય એવો ભાગ કાઢી નાખીને એની ખાલને મસાલા અને કેમિકલ્‍સથી પ્રિઝર્વ કરીને રાખવામાં આવે છે. મરી ગયેલા આ ઉંદરની ત્‍વચાને સાફ કરી કેમિકલ ટ્રીટમેન્‍ટ આપીને અન્‍ડરવેઅર પર સીવવાનું શરૂ થયું છે. લોકો આ આઇડિયાને ખૂબ જ ભદ્દો અને અત્‍યંત રોગિષ્ઠ માનસિકતાવાળો ગણાવે છે. જોકે કેટલાક ફેશનપ્રેમીઓ એને બોલ્‍ડ અને ક્રીએટિવ આર્ટ પીસ ગણાવે છે. આ અન્‍ડરવેઅરની કિમત લગભગ ૧૯૦ ઑસ્‍ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ ૧૩,૫૦૦ રૂપિયા જેટલી છે.

(2:58 PM IST)