<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અવકાશમાં ઇતિહાસ રચીને 'ઓરાયન'ની ઘરવાપસી: ચંદ્રની રોમાંચક સફર ખેડીને નાસાનું યાન આજે ધરતી પર ઉતરશે:વિજ્ઞાન જગતમાં દિવાળી જેવો માહોલ

બ્રહ્માંડના રહસ્યો લઈને પાછું આવ્યું: પ્રચંડ વેગ સાથે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે: પેસિફિક મહાસાગરમાં 'સ્પ્લેશડાઉન' માટે ઘડીઓ ગણાય છે:શું માનવી ફરી એકવાર ચંદ્ર પર વસવાટ કરશે? ઓરાયનની સફળતાથી મંગળ મિશનના પણ ખુલશે દ્વાર:નાસાના વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહ અને ધબકતા હૈયે રાહ

નવી દિલ્હી: માનવ ઇતિહાસમાં અવકાશ વિજ્ઞાનનો એક સુવર્ણ અધ્યાય આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે. નાસાનું શક્તિશાળી 'ઓરાયન' સ્પેસક્રાફ્ટ ચંદ્રની લાંબી અને સફળ યાત્રા બાદ આજે પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછું ફરી રહ્યું છે. આ યાન પૃથ્વીના વાતાવરણમાં હજારો કિલોમીટરની ઝડપે પ્રવેશ કરશે અને ત્યારબાદ પેસિફિક મહાસાગરમાં લેન્ડિંગ કરશે. આ મિશનનો હેતુ ચંદ્ર પર ફરીથી માનવીને મોકલવા માટેની ટેકનોલોજી અને સુરક્ષાની ચકાસણી કરવાનો હતો. ઓરાયન જે ડેટા અને તસવીરો લઈને આવ્યું છે, તેનાથી ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસવાટની શક્યતાઓ વધુ પ્રબળ બનશે. સમગ્ર વિશ્વના વિજ્ઞાનીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આતુર છે.

નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમારું  સમાનવ  ઓરાયન અવકાશયાન ૨૦૨૬ની ૧૦, એપ્રિલ, શુક્રવારે, સાંજે  ૫ : ૦૭ (૮: ૦૭ ઇસ્ટર્ન ટાઇમ) વાગે પેસિફિક મહાસાગરના સાન ડિએગો સમુદ્રમાં ઉતરશે. ( ભારતીય સમય : ૧૧, એપ્રિલ, શનિવાર, વહેલી સવારે ૫ : ૩૭ વાગે). 

ઓરોયન અવકાશયાને  પૃથ્વીથી સૌથી દૂરના એટલે કે ૪૦૦,૧૭૧ કિલોમીટરના અંતરે જવાનો  નવો, રેકોર્ડ કર્યો છે.  પૃથ્વીથી  ચંદ્ર વચ્ચેનું અંતર ૩,૮૫,૦૦૦ લાખ  કિલોમીટર છે.  જોકે ઓરાયન અવકાશયાન કાંઇ ચંદ્રની ધરતી પર ઉતર્યું નથી પણ ચંદ્રથી દૂર જઇને મોટા અંતરનો ઘેરાવો લઇને પૃથ્વી પર પાછું ફરી રહ્યું છે.  

નાસાનાં સૂત્રોએ  સ્પષ્ટતા  સાથે  એવી  માહિતી આપી છે કે  અર્ટિમેસ -૨ મિશન ૨૦૨૬ની ૧, એપ્રિલે ચંદ્ર ફરતેની ૧૦ દિવસની યાત્રાએ  ગયું છે.    જોકે    અમારું ઓરાયન અવકાશયાન કાંઇ ચંદ્રની ધરતી પર ઉતર્યું  નથી પણ ચંદ્ર  ફરતેની ગોળ ગોળ યાત્રા કરી  છે.   ઓરાયન અવકાશયાને     ચંદ્રની ધરતીથી    ૪,૭૦૦ થી     ૬,૦૦૦ માઇલ્સ(૭,૬૦૦ કિલોમીટર)ના   દૂરના  અંતરે રહીને ગોળ ગોળ  પ્રદક્ષિણા કરી  છે. આમ ઓરાયનના  અવકાશયાત્રીઓ     ચંદ્રની અંધારી બાજુ(જેને ફાર સાઇડ ઓફ ધ મૂન કહેવાય છે)ને પણ બહુ સ્પષ્ટપણે જોઇ શક્યા છે.  અમારા અગાઉનાં કોઇ મિશનના અવકાશયાત્રીઓને ચંદ્રની અંધારીબાજુ જોવાની યાદગાર તક નથી મળી.  

 

 

 

 

(5:09 PM IST)