તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th April 2026
વિજ્ઞાનનો સૌથી મોટો 'ધડાકો': હવે લેબમાં તૈયાર થશે મગજ વગરના માનવ શરીર:’બોડીઓઇડ્સ' ની શોધથી મેડિકલ જગતમાં ઐતિહાસિક ક્રાંતિ: શું આ કુદરત સાથે છેડછાડ છે?
પ્રાણીઓ પરના અત્યાચારનો અંત: ટેસ્ટિંગ માટે હવે ઉંદર કે વાંદરાની જરૂર નહીં પડે: વૈજ્ઞાનિકોએ જીવતા માનવ અંગો ધરાવતી 'મશીન' જેવી બોડી બનાવી:લોહી દોડશે, શ્વાસ લેશે પણ વિચારશે નહીં: મેડિકલ રિસર્ચ માટે 'બોડીઓઇડ્સ' બનશે વરદાન? ભવિષ્યમાં માનવ આયુષ્ય વધારવા માટેનો સૌથી મોટો માસ્ટર પ્લાન

નવી દિલ્હી: વિજ્ઞાન હવે એવા વળાંક પર પહોંચ્યું છે જ્યાં કલ્પના પણ હકીકત બની રહી છે. વૈજ્ઞાનિકોએ 'બોડીઓઇડ્સ' (Bodyoids) નામે ઓળખાતા મગજ વગરના માનવ શરીર વિકસાવવામાં સફળતા મેળવી છે. આ કોઈ પૂરું માણસ નથી, પણ માનવ કોષોમાંથી બનાવેલું એવું માળખું છે જેમાં હૃદય, કિડની અને લિવર જેવા અંગો ધબકતા હશે, પરંતુ તેમાં મગજ કે ચેતના નહીં હોય. આ ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય નવી દવાઓ અને રસીઓના પરીક્ષણ માટે અત્યાર સુધી વપરાતા અસંખ્ય પ્રાણીઓને બચાવવાનો છે. હવે સીધું જ આ 'માનવ મોડેલ' પર પરીક્ષણ કરી શકાશે, જેનાથી રિસર્ચમાં ૧૦૦% સચોટ પરિણામો મળશે. જોકે, આ શોધ બાદ વિશ્વભરમાં નૈતિકતા અને 'ઈશ્વર બનવાની કોશિશ' જેવા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે.
બોડીઓઈડ્સ અગાઉ ઓર્ગેનોઈડ્સ તરીકે ઓળખાતી શોધ પર આધારીત છે જે કેન્સર અને વાયરલ સંક્રમણ જેવી બીમારીઓના અભ્યાસ માટે લેબોરેટરીમાં વિકસિત કરાયેલા માનવ અંગોનું લઘુ સંસ્કરણ છે. એક તરફ ઓર્ગેનોઈડ્સ અલગ રહીને કામ કરે છે ત્યારે બોડીઓઈડ્સ બહુવિધ અવયવોને એક જ પ્રણાલીમાં જોડવાનું લક્ષ્ય રાખે છે. આવા સંકળાયેલા ઢાંચા દ્વારા સંશોધકો અવયવો કેવી રીતે પરસ્પર ક્રિયા કરે છે, દવાનો કેવો પ્રતિસાદ આપે છે અને તણાવ અથવા બીમારીની સ્થિતિ હેઠળ કેવું વર્તન કરે છે તેનું નિરીક્ષણ કરી શકે છે, જેનાથી માનવ શરીરનું એક વધુ વાસ્તવિક મોડલ મળી શકે છે.
આ પ્રોજેક્ટને અબજોપતિ ટિમ ડ્રેપર અને બાયોટેક કંપનીઓ પાસેથી નોંધપાત્ર આર્થિક સમર્થન મળ્યું છે, જેનાથી તેનું ભાવિ ઉજળુ હોવાનો સંકેત મળી રહ્યો છે. વિજ્ઞાનીઓને આ શોધ માટે પ્રેરિત કરનારા મુખ્ય મુદ્દા છે કે પ્રાણીઓ પર દવા અથવા વેક્સિનના પરિક્ષણથી ઘણીવાર મનુષ્ય પર તેના પરિણામ વિશે ચોક્કસ પરિણામનું અનુમાન નથી થઈ શકતું, ઉપરાંત પ્રાણીઓ પર ચકાસણીથી નૈતિક પ્રશ્નો ઊભા થાય છે, તેમજ પ્રત્યારોપણ અંગોની વિશ્વભરમાં તીવ્ર તંગી પ્રવર્તે છે. નિયામક સંસ્થાઓએ પણ વિકલ્પોને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું છે જેના કારણે આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને વેગ મળ્યો છે.
બોડીઓઈડ્સ બનાવવા માટે કોઈપણ પ્રકારના માનવ કોષિકામાં વિકસી શકે તેવા પ્લ્યુરીપોટેન્ટ સ્ટેમ સેલનો ઉપયોગ થાય છે. સંશોધકો રાસાયણિક સંકેતોથી કોશિકાઓને વિશિષ્ટ અવયવ બનવાનો નિર્દેશ આપે છે, પછી તેમને બાયોરિએક્ટરો જેવા નિયંત્રિત વાતાવરણમાં જોડે છે. મહત્વપૂર્ણ છે કે મગજની પેશીઓનો વિકાસ ઈરાદાપૂર્વક બ્લોક કરાયો છે જેથી સમગ્ર સીસ્ટમ અચેતન બની રહે તે સુનિશ્ચિત કરી શકાય. લાંબા ગાળાનું વિઝન છે દર્દીની જરૂર મુજબ અંગ બનાવવા, પ્રત્યારોપણ અસ્વીકૃતિના દરમાં ઘટાડો કરવો અને જીવનપર્યંત દવા માટેની જરૂરીયાત સમાપ્ત કરવી.આ શોધ આશાસ્પદ હોવા છતાં આ ટેકનોલોજી ગાઢ નૈતિક અને વ્યવહારુ ચિંતા પણ ઊભી કરે છે. આલોચકોને ભય છે કે માનવ જીવન એક વસ્તુ બની જશે અને માનવ કોષિકાઓના ઉપયોગ બાબતે માલિકી અને મંજૂરીના પ્રશ્નો ઊભા થશે. સ્થિર રક્તવાહિકા નેટવર્ક અને ઉત્પાદન વધારવા જેવા ટેકનીકલ પડકારો હજી પણ વણઉકેલ્યા છે. નિયમો હજી અસ્પષ્ટ છે અને તેમાં જાહેર સ્વીકૃતિ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આખરે બોડીઓઈડ્સનું ભાવિ વૈજ્ઞાનિક પ્રગતિની સાથે સામાજિક મૂલ્યો પર પણ નિર્ભર રહેશે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
