તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
ઈરાનનો 'દુશ્મન' દેશોને પડકાર: યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવી દીધો: ૧૦ કડક શરતો મૂકી 'તેલ અવીવ' અને 'વોશિંગ્ટન'ની ઊંઘ ઉડાડી
શાંતિના નામે ખેલ નહીં ચાલે: ઈરાની શાસકોએ ૧૦ શરતોનો 'ડેથ વોરંટ' જાહેર કર્યો:જો એક પણ શરત નહીં મનાય તો મિડલ ઈસ્ટમાં મહાતબાહી પાકી:શું ઈઝરાયલ નમતું જોખશે કે જંગ જામશે?

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા મોકલવામાં આવેલા યુદ્ધવિરામના પ્રસ્તાવને ઈરાને સાફ શબ્દોમાં નકારી કાઢ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો દુનિયાને યુદ્ધ રોકવામાં રસ હોય તો ઈરાને મૂકેલી ૧૦ કઠોર શરતો માનવી પડશે. આ શરતોમાં ઈઝરાયલના સૈન્યની પીછેહઠ, પ્રતિબંધો હટાવવા અને ગાઝા મામલે મહત્વના નિર્ણયોનો સમાવેશ થાય છે. આ શરતો સાંભળતા જ ઈઝરાયલ અને અમેરિકાના સૈન્ય વડાઓમાં દોડધામ મચી ગઈ છે. શું ઈરાન હવે રશિયા અને ચીનનો સાથ લઈને મધ્ય-પૂર્વના નકશામાંથી ઈઝરાયલનું નામ ભૂંસવા માંગે છે?
સરકારી ચેનલ પાકિસ્તાન ટીવીના જણાવ્યા મુજબ ૪૫ દિવસના યુદ્ધવિરામ કે ૧૫ સૂત્રીય પ્રસ્તાવને લઈને ઘણા પ્રકારના સમાચાર સામે આવ્યા છે, પરંતુ પાકિસ્તાન આ પ્રકારની વાતો પર કોઈ ટિપ્પણી કરતું નથી. જો કે પશ્ચિમી મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાને તહેરાન અને વોશિંગ્ટનને એક યુદ્ધવિરામ પ્રસ્તાવ સોંપ્યો છે. ઇરાને સ્પષ્ટ જણાવી દીધું છે કે તે પ્રસ્તાવ પર ત્યારે જ વિચાર કરશે જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ તેમની સામેની લશ્કરી કાર્યવાહી તરત જ બંધ કરે. તે આ યુદ્ધનો કામચલાઉ નહીં પણ કાયમી અંત ઇચ્છે છે. ઇરાને તેના દસ મુદ્દાના જવાબમાં જણાવ્યું હતું કે યુદ્ધનો કાયમી અંત આવે, ફક્ત ઇરાન પરના જ હુમલા નહી, લેબનોન અને ગાઝામાં પણ યુદ્ધ ખતમ કરવામાં આવે. કોઈપણ યુદ્ધ ફરીથી શરુ નહી થાય તેની ખાતરી આપવામાં આવે. હોર્મુઝની ખાડી પરના તેના અંકુશને માન્યતા આપવામાં આવે. તેમા ટ્રાફિક નિયંત્રિત કરવાથી લઈને ત્યાંથી પસાર થતા શિપો પાસેથી ટોલ એકત્રિત કરવાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બધા જ આર્થિક પ્રતિબંધો ઉઠાવી લેવાય.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
