તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
ઈઝરાયલનો ઈરાનને 'ડેથ વોરંટ': "જીવ વ્હાલો હોય તો રેલવેના પાટાથી છેટા રહેજો":આકાશી આફત ત્રાટકવાની ભયાનક ચેતવણી
ઈરાની જનતામાં ફફડાટ: ટ્રેન કે રેલવે સ્ટેશન હવે ઈઝરાયલના 'હિટ લિસ્ટ' પર? સાયબર હુમલો કે મિસાઈલ વર્ષા

નવી દિલ્હી: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંબંધો હવે 'પોઈન્ટ ઓફ નો રિટર્ન' પર પહોંચી ગયા છે. ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ અને સૈન્ય દ્વારા ઈરાનના સામાન્ય નાગરિકોને સીધી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ રેલવે નેટવર્ક, ટ્રેનો અને પાટાની આસપાસ જવાનું ટાળે. આ ચેતવણી પાછળનો ઈરાદો સ્પષ્ટ મનાઈ રહ્યો છે કે ઈઝરાયલ હવે ઈરાનના પરિવહન અને લોજિસ્ટિક્સ નેટવર્કને તોડી પાડવા માટે કોઈ મોટું ઓપરેશન પાર પાડી શકે છે. શું આ સાયબર એટેક દ્વારા ટ્રેનોને એકબીજા સાથે અથડાવવાનું કાવતરું છે કે પછી ચોકસાઈપૂર્વકની મિસાઈલ સ્ટ્રાઈક? ઈરાનના પ્રમુખ અને સૈન્ય અધિકારીઓમાં આ ચેતવણી બાદ દોડધામ મચી ગઈ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈઝરાયલ સેનાના ફારસી ચેનલે ઈરાની મુસાફરો માટે તાત્કાલિક ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે, રાત્રે 9 વાગ્યા સુધી ટ્રેન કે રેલવે લાઇનની આસપાસ રહેવું જીવનું જોખમ નોતરી શકે છે.
બીજી તરફ, આ ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સંભવિત જમીની આક્રમણનો સામનો કરવા માટે દેશના આશરે 1.4 કરોડ લોકોએ સ્વૈચ્છિક રીતે યુદ્ધ લડવા માટે નામ નોંધાવ્યા છે. અગાઉ 2 એપ્રિલના રોજ આ આંકડો 70 લાખ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈરાનની કુલ વસ્તી અંદાજે 9 કરોડ જેટલી છે. અગાઉ જાન્યુઆરીમાં ઈરાનમાં થયેલા રાષ્ટ્રવ્યાપી દેખાવો દરમિયાન થયેલી હિંસામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેના કારણે દેશમાં પહેલેથી જ તણાવ છે. હવે ઈઝરાયલના આ સીધા આક્રમણના એલાન બાદ પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
