તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
તૂર્કિયેમાં લોહીની હોળી: ઈઝરાયલ એમ્બેસી બહાર 'અંધાધૂંધ ફાયરિંગ':સુરક્ષા દળોના વળતા પ્રહારમાં ૩ હુમલાખોરો ઠાર
અંકારામાં યુદ્ધ જેવો માહોલ: એમ્બેસીને નિશાન બનાવી 'આતંકી' હુમલાનો પ્રયાસ, ગોળીબારથી ધણધણી ઉઠ્યું તૂર્કિયે:શું આ હુમલા પાછળ ઈરાન કે હમાસના તાર જોડાયેલા છે? વૈશ્વિક રાજકારણમાં ગરમાવો

નવી દિલ્હી: મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષની જ્વાળાઓ હવે તૂર્કિયે સુધી પહોંચી છે. તૂર્કિયેની રાજધાની અંકારામાં આવેલી ઈઝરાયલ એમ્બેસીની બહાર આજે હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દેતા ભારે નાસભાગ મચી ગઈ હતી. એમ્બેસીની સુરક્ષામાં તૈનાત જવાનોએ તુરંત જ મોરચો સંભાળી લીધો હતો અને વળતા હુમલામાં ૩ હુમલાખોરોને સ્થળ પર જ ઠાર કર્યા છે. આ હુમલાને પગલે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને હાઈ એલર્ટ જાહેર કરાયું છે. શું આ હુમલાનો ઈરાદો રાજદ્વારી સંબંધોને વધુ બગાડવાનો હતો? ઈઝરાયલ સરકાર આ મામલે કડક વલણ અપનાવી રહી છે.
એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક તુર્કીયે પોલીસકર્મી હુમલાખોરો વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવા માટે બંદૂક કાઢે છે અને ગોળીબાર કરે છે. આ દરમિયાન એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે. આ સિવાય અન્ય એક વીડિયોમાં ફાયરિંગનો અવાજ સંભળાય છે અને ગભરાયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડતા જોવા મળે છે. ફાયરિંગની આ ઘટના તુર્કીયેના ઈસ્તંબુલમાં બની છે. રાહતની વાત એ છે કે ઈસ્તંબુલમાં હાલમાં ઈઝરાયલનો કોઈ રાજદ્વારી તૈનાત નથી.
આ ઉપરાંત અંકારામાં આવેલી ઈઝરાયલી એમ્બેસીમાં પણ ઈઝરાયલનો કોઈ રાજદ્વારી હાજર નથી. અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ હુમલો ઈઝરાયલી કોન્સ્યુલેટને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો કે નહીં. વાઈરલ થયેલા કેટલાક વીડિયોમાં ત્રણ બંદૂકધારીઓ જમીન પર પડેલા જોવા મળે છે. તુર્કીયેની સ્થાનિક મીડિયા ચેનલ NTVના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ત્રણ લોકો સામેલ હતા અને આ ત્રણેય માર્યા ગયા છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સદનસીબે તુર્કીયેની ઓથોરિટી સમયસર સક્રિય થઈ ગઈ હતી અને તેમણે બંદૂકધારીઓ પર કાબૂ મેળવી લીધો હતો.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
