<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ડ્રેગનની 'AI' આંખે અમેરિકી સૈન્યને ઘેર્યું: ચીની કંપનીઓ યુએસ આર્મીની પળેપળની હિલચાલ પર નજર રાખી રહી છે, જાસૂસીનો જબરો ખેલ!

સેટેલાઈટથી લઈને સાયબર સ્પેસ સુધી ચીની AI નું સામ્રાજ્ય: અમેરિકી સૈન્યના ગુપ્ત ઠેકાણાઓ અને વ્યૂહાત્મક મૂવમેન્ટ પર બાજ નજર, શું આગામી યુદ્ધ ટેકનોલોજીના સહારે લડાશે?

વોશિંગ્ટન/બેજિંગ (સ્પેશિયલ ન્યૂઝ): વિશ્વના બે મહાસત્તાઓ અમેરિકા અને ચીન વચ્ચે હવે 'ટેક-વોર' ચરમસીમાએ પહોંચ્યું છે. અત્યંત વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનની ટોચની AI કંપનીઓ અત્યાધુનિક અલ્ગોરિધમનો ઉપયોગ કરીને યુએસ આર્મીની હિલચાલને ટ્રેક કરી રહી છે. આ કંપનીઓ અમેરિકી સૈન્યના ડેટા, મુસાફરીના રૂટ અને ગુપ્ત ઓપરેશન્સનું વિશ્લેષણ કરી રહી હોવાનો ખુલાસો થયો છે. અમેરિકાની આંતરિક સુરક્ષા માટે આ એક મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે. શું ચીન આ AI ના સહારે અમેરિકાને પછાડવાની રણનીતિ ઘડી રહ્યું છે?

ચીનની કેટલીક પ્રાઈવેટ કંપનીઓ સેટેલાઇટ તસવીરો, ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અને જહાજોની માહિતીનો ઉપયોગ કરીને અમેરિકી સૈન્ય ક્યાં અને કેવી રીતે કાર્યવાહી કરી રહ્યું છે તેનો અંદાજ લગાવી રહી છે. એઆઈની મદદથી આ તમામ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.  

આ કંપનીઓ અમેરિકી એરક્રાફ્ટ, નૌકાદળ અને સૈન્ય બેઝની માહિતીનો ઉપયોગ પોતાના પ્રચાર માટે કરી રહી છે. જાણકારોના મતે, આ ઓપન-સોર્સ ડેટાનો ઉપયોગ કરીને બનાવાતી નવી પ્રકારની ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે. બીજી તરફ, એફબીઆઈની એક સિસ્ટમમાં ચીની હેકિંગના કારણે ઘણા ફોન નંબર લીક થયા હોવાની માહિતી સામે આવી છે.  આ બંને ઘટનાઓ સાબિત કરે છે કે આજના સમયમાં યુદ્ધ માત્ર હથિયારો સુધી સીમિત નથી રહ્યું. એઆઈ અને સાયબર ટેકનોલોજી યુદ્ધનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે.  

(5:21 PM IST)