તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
યુદ્ધના મેદાનમાં 'હમાસ'નું નવું તેવર: ઈઝરાયલની તમામ શરતો ફગાવી દીધી, નેતન્યાહૂ અને ટ્રમ્પ માટે હવે 'ચક્રવ્યૂહ' જેવી સ્થિતિ
ઈઝરાયલના સપનાઓ પર હમાસે ફેરવ્યું પાણી: હાર સ્વીકારવાને બદલે માથું ઊંચકતા મધ્ય પૂર્વમાં ફરી જંગના ભણકારા! શું ટ્રમ્પની દરમિયાનગીરી છતાં શાંતિ હજુ જોજનો દૂર?

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે હમાસે ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. ઈઝરાયલે મૂકેલી શરતો અને યુદ્ધવિરામની દરખાસ્તોને હમાસે સાફ ઈનકાર કરી દીધો છે, જેના કારણે બેન્જામિન નેતન્યાહૂની સરકાર માટે મોટી મુસીબત ઊભી થઈ છે. બીજી તરફ, અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ આ ગૂંચ ઉકેલવા મથી રહ્યા છે, પરંતુ હમાસના જિદ્દી વલણે તમામને અચંબામાં મૂકી દીધા છે. શું હવે ઈઝરાયલ ફરી મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરશે? હમાસના આ 'માથું ઊંચકતા' વલણથી સમગ્ર આરબ દેશોમાં ફરી તણાવની સ્થિતિ સર્જાઈ છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાના શાંતિ પ્રસ્તાવમાં હમાસના નિશસ્ત્રીકરણની (હથિયાર છોડવાની) મુખ્ય શરત હતી. જોકે, અબુ ઓબૈદાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈઝરાયેલ ગાઝામાંથી સંપૂર્ણપણે પાછું નહીં હટે, ત્યાં સુધી હથિયાર મૂકવાની વાત 'અત્યંત ખતરનાક' છે અને તે સ્વીકારવામાં આવશે નહીં.
ઓક્ટોબર 2023ના હુમલા બાદ ઈઝરાયલે દાવો કર્યો હતો કે હમાસને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. પરંતુ 30 મહિનાના ભીષણ યુદ્ધ બાદ પણ હમાસ માત્ર જીવતું જ નથી, પરંતુ પોતાની શરતો પર મક્કમ છે. ગાઝાના ટનલ નેટવર્ક (ભૂગર્ભ સુરંગો) માંથી બહાર આવીને હમાસે સાબિત કર્યું છે કે તેમની સૈન્ય ક્ષમતા હજુ પણ કાર્યરત છે.
ઈઝરાયલ અને અમેરિકા એવો પ્રચાર કરી રહ્યા હતા કે હમાસ હવે માટીમાં મળી ગયું છે. પરંતુ અબુ ઓબૈદાનું નિવેદન તે પ્રચારને સીધો ફટકો છે. હમાસે મધ્યસ્થી દેશોને જણાવી દીધું છે કે જ્યાં સુધી ઈઝરાયલની પૂર્ણ વાપસીની ગેરંટી નહીં મળે, ત્યાં સુધી કોઈ સમજૂતી થશે નહીં.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
