તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
કુદરતનો પ્રકોપ: ઈન્ડોનેશિયામાં ૭.૪ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ:ધરતી ધ્રૂજી અને સમુદ્રમાં રાક્ષસી મોજા ઉછળવાની દહેશત
સુનામીનું જોખમ તોળાયું: પાતાળમાંથી નીકળેલા કંપાતે દુનિયાને હચમચાવી, ૩ દેશોના દરિયાકાંઠે હાઈ-એલર્ટ, 'મોત'નું તાંડવ ખેલવાની ભીતિ! ઈન્ડોનેશિયામાં ગગનચુંબી ઈમારતો પત્તાના મહેલની જેમ ડોલવા લાગી, લોકો રસ્તા પર દોડી આવ્યા, બૂમાબૂમ અને અફરાતફરી! સમુદ્રના મોજા ગમે ત્યારે કિનારાને ભરખી જશે તેવી ચેતવણીથી લાખો લોકોમાં ફફડાટ

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં આજે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રિક્ટર સ્કેલ પર ૭.૪ની ભયાનક તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રના પેટાળમાં હોવાથી હવે પ્રચંડ 'સુનામી' ત્રાટકવાની ચેતવણી જારી કરવામાં આવી છે. ઈન્ડોનેશિયા ઉપરાંત આસપાસના અન્ય ૩ દેશોના દરિયાકાંઠે પણ મોટું જોખમ હોવાથી પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટર દ્વારા સતર્ક રહેવા સૂચના અપાઈ છે. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે હજારો લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને અનેક મકાનોમાં તિરાડો પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવા તાકીદ કરવામાં આવી છે. સમગ્ર વિશ્વની નજર અત્યારે ઈન્ડોનેશિયાના સમુદ્ર કિનારે છે, જ્યાં કુદરત ગમે ત્યારે કાળો કેર વર્તાવી શકે છે.
USGS મુજબ, આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 6:48 કલાકે (બુધવારે રાત્રે 22:48 GMT) મોલુક્કા સાગરમાં 35 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ટર્નેટ નામના નાના ટાપુ પાસે સમુદ્રમાં હતું. હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું છે કે ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપના કેન્દ્રથી 1,000 કિમીના દાયરામાં જોખમી સુનામી લહેરો ઉઠી શકે છે.
ઉત્તરી સુલાવેસી પ્રાંતના મનાડો શહેરમાં ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે શહેરના લોકો જાગી ગયા હતા અને ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા. એક વ્યક્તિએ જણાવ્યું, "હું તરત જ જાગી ગયો અને ઘરની બહાર નીકળી ગયો. લોકો ગભરાઈને બહાર ભાગવા લાગ્યા હતા. નજીકમાં જ એક સ્કૂલ છે, ત્યાંના વિદ્યાર્થીઓ પણ જીવ બચાવવા માટે ઝડપથી બહાર મેદાન તરફ દોડ્યા હતા."
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
