<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

એમેઝોનનો સ્માર્ટફોન માર્કેટમાં ફરી 'ધડાકેદાર' પ્રવેશ: દસ વર્ષના વનવાસ બાદ ફાઈનલી 'ફાયર ફોન'ની નિષ્ફળતાનો બદલો લેવા સજ્જ

એપલ અને સેમસંગના સામ્રાજ્યને હચમચાવશે એમેઝોનનું નવું શસ્ત્ર: 'ફાયર ફોન'ની ફ્લોપ સ્ટોરી ભૂલાવી હાઈટેક એઆઈ સ્માર્ટફોન સાથે કમબેક:ટેક જગતમાં ભારે ખળભળાટ:૧૦ વર્ષ પહેલાં જેફ બેઝોસનું જે સપનું અધૂરું રહી ગયું હતું તે હવે 'એલેક્સા'ના પાવર સાથે પૂરું થશે: એમેઝોન પ્રેમીઓ માટે ખુશખબર:સસ્તા ભાવે મોંઘા ફીચર્સ અને સીધું શોપિંગ કનેક્ટિવિટી આપતી નવી સિરીઝ લોન્ચ કરવાની યોજના:સ્માર્ટફોન માર્કેટમાં ભાવયુદ્ધના મંડાણ થશે: દિગ્ગજ કંપનીઓની ઊંઘ ઉડી

નવી દિલ્હી: ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન હવે ફરી એકવાર આપણા ખિસ્સામાં સ્થાન જમાવવા માટે તૈયારી કરી રહ્યું છે. ૨૦૧૪ માં લોન્ચ થયેલો 'ફાયર ફોન' જે રીતે ઉંધા માથે પટકાયો હતો અને કંપનીને કરોડોનું નુકસાન થયું હતું, તેમાંથી બોધપાઠ લઈને હવે એમેઝોન અત્યંત આધુનિક એઆઈ (Artificial Intelligence) સંચાલિત સ્માર્ટફોન લાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવો ફોન એમેઝોનની પ્રાઇમ સર્વિસ અને એલેક્સા સાથે સંપૂર્ણ રીતે ઇન્ટિગ્રેટેડ હશે. ફોન લેતાની સાથે જ યુઝર્સને એમેઝોન પરથી શોપિંગ અને મનોરંજનની એવી સુવિધા મળશે જે અત્યાર સુધી કોઈ કંપનીએ આપી નથી. દસ વર્ષના લાંબા બ્રેક બાદ કંપનીએ પોતાની ટેકનોલોજીને એટલી સચોટ બનાવી છે કે તે સીધી જ આઈફોનને ટક્કર આપી શકે. જોકે, હજુ એમેઝોને સત્તાવાર લોન્ચિંગ ડેટ જાહેર કરી નથી, પણ ટેક દુનિયામાં અત્યારથી જ આ 'ફાયર' કમબેકની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ પહેલ Jeff Bezosના લાંબા સમયથી ચાલી રહેલા વિઝનનો એક ભાગ છે, જેમાં “Star Trek” જેવી સાયન્સ ફિક્શન સિરીઝમાં દર્શાવવામાં આવેલા વોઇસ-ડ્રિવન કમ્પ્યુટિંગ આસિસ્ટન્ટ જેવી ટેક્નોલોજી બનાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવી રહ્યો છે. Jeff Bezosએ એવો સ્માર્ટફોનની કલ્પના કરી છે જેમાં શોપિંગ મુખ્ય કેન્દ્રમાં હોય અને Prime મેમ્બરશિપ દ્વારા ડિલિવરી સુવિધા અને ડિસ્કાઉન્ટ આપી Appleને ટક્કર આપી શકાય. આ પ્રક્રિયામાં Amazonને મોબાઇલ ફોન દ્વારા યુઝર્સ વિશે નવી માહિતી મળશે, જેમાં ખરીદીનો ઇતિહાસ અને કન્ટેન્ટ પસંદગીનો પણ સમાવેશ થાય છે.
Amazonના આ નવા સ્માર્ટફોન પ્રોજેક્ટ વિશે અગાઉ કોઈ અહેવાલ આવ્યો નહોતો. આ ફોનની કિંમત અથવા પ્રોજેક્ટમાં કરવામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટ વિશે ચોક્કસ માહિતી મેળવી શકાઈ નથી. Transformer પ્રોજેક્ટનો સમયગાળો પણ સ્પષ્ટ નથી. બની શકે કે કંપનીની સ્ટ્રેટેજીમાં ફેરફાર અથવા આર્થિક કારણોસર તેને રદ પણ કરવામાં આવી શકે છે. Amazonના પ્રવક્તાએ આ મુદ્દે કમેન્ટ કરવા માટે ઈનકાર કર્યો હતો. શુક્રવારે કંપનીના શેર 1.6% ઘટીને $205.37 પર આવ્યા અને આ વર્ષે કુલ 9.3% ઘટ્યા છે. આ નવા ફોનમાં પર્સનલાઈઝેશન ફીચર્સ દ્વારા Amazon.com પરથી ખરીદી, Prime Video જોવું, Prime Music સાંભળવું અથવા Grubhub જેવા પાર્ટનર્સ પાસેથી ફૂડ ઓર્ડર કરવું વધુ સરળ બનશે.

 

(7:43 PM IST)