તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
રશિયામાં આભ ફાટ્યું: પહાડ સાથે સૈન્ય વિમાન અથડાતા ભયાનક દુર્ઘટના, ૨૯ જિંદગીઓ હોમાઈ ગઈ
મોસ્કોમાં માતમનો માહોલ: બરફ આચ્છાદિત પહાડો વચ્ચે રશિયન મિલેટ્રી પ્લેનનો કચ્ચરઘાણ:આકાશમાં જ આગનો ગોળો બનીને પટકાયું: ૨૯ લોકોના કમકમાટીભર્યા મોતથી રશિયા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યું:પુતિન સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા: ખરાબ હવામાન કે ટેકનિકલ ખામી? દુર્ઘટના એટલી ભીષણ હતી કે વિમાનના ટુકડે-ટુકડા થઈ ગયા:બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી: સમગ્ર વિશ્વમાં શોકની લહેર: રશિયાની સૈન્ય શક્તિને મોટો ફટકો

નવી દિલ્હી: રશિયાના દૂધમલ જવાનો અને સૈન્ય અધિકારીઓને લઈ જતું એક વિમાન આજે પહાડ સાથે અથડાતા ૨૯ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રશિયન સૈન્યનું આ વિમાન પોતાના નિયત રૂટ પર જઈ રહ્યું હતું ત્યારે અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, વિમાન પહાડી વિસ્તારમાં અથડાયા બાદ ખીણમાં ખાબક્યું હતું. વિમાનમાં સવાર તમામ ૨૯ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે બ્લેક બોક્સની તપાસ બાદ જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને કારણે પાયલટ વિમાન પરથી કાબૂ ગુમાવી બેઠો હોવાનું મનાય છે. આ દુર્ઘટનાને પગલે રશિયામાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી શકે છે.
આ અકસ્માત તે સમયે થયો જ્યારે વિમાન બ્લેક સી (કાળો સમુદ્ર) પાસે ક્રીમિયા દ્વીપકલ્પ પરથી પસાર થઈ રહ્યું હતું. રશિયન ન્યૂઝ એજન્સીઓના અહેવાલ મુજબ, ક્રેશ થવાના થોડા સમય પહેલા જ વિમાનનો કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. લાંબી શોધખોળ બાદ જ્યારે વિમાનનું લોકેશન મળ્યું, ત્યારે જાણવા મળ્યું કે તે સીધું પહાડ સાથે અથડાયું હતું. રશિયન રક્ષા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દુર્ઘટના સ્થળેથી કોઈ પણ વ્યક્તિ જીવિત મળી નથી.
વિમાનનો કાટમાળ મળી આવ્યો છે, પરંતુ હજુ પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી RIA ના પ્રારંભિક રિપોર્ટ મુજબ, આ ક્રેશ પાછળનું કારણ કોઈ મોટી તકનીકી ખામી હોઈ શકે છે. તપાસ એજન્સીઓ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું વિમાનના એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હતી કે પછી ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
