<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

હોર્મુઝમાં મહાયુદ્ધના ભણકારા: અમેરિકાએ પીછેહઠ કરતા હવે ભારતનો પરમ મિત્ર દેશ મેદાને:મિડલ ઈસ્ટમાં ભારે તણાવ

ક્રૂડ ઓઈલના રસ્તે રણસંગ્રામ: હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન સામે બાથ ભીડવા ભારતનો ખાસ મિત્ર દેશ યુદ્ધમાં કૂદવા તૈયાર:અમેરિકાએ 'હાથ અદ્ધર' કરી લેતા નવા સમીકરણો રચાયા! પશ્ચિમી દેશોની ઊંઘ ઉડી: દુનિયાભરમાં તેલના ભાવ ભડકે બળવાની ભીતિ, ખાડી દેશોમાં સૈન્ય હલચલ તેજ થઈ:ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેની ખેંચતાણમાં હવે નવો વળાંક: ભારત પર પણ પડશે આડકતરી અસર:હોર્મુઝના દરિયામાં ગમે ત્યારે લોહિયાળ જંગ છેડાઈ શકે તેવી ભયાનક સ્થિતિ

નવી દિલ્હી: દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ વેપાર માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુનીમાં હવે યુદ્ધના નગારા વાગી રહ્યા છે. અમેરિકાએ આ વિસ્તારમાં સીધી સૈન્ય કાર્યવાહીથી અંતર જાળવવાનો સંકેત આપતા જ, ભારતનો અત્યંત નજીકનો મિત્ર દેશ (ઈઝરાયેલ કે અન્ય શક્તિશાળી રાષ્ટ્ર) હવે મેદાને પડવા તૈયાર થયો છે. હોર્મુઝના રસ્તેથી દુનિયાનો ૨૦ ટકા તેલનો વેપાર થાય છે, અને ઈરાન વારંવાર આ રસ્તો બંધ કરવાની ધમકી આપી રહ્યું છે. જ્યારે અમેરિકાએ પોતાની જવાબદારીઓમાંથી પીછેહઠ કરી છે, ત્યારે ભારતના મિત્ર દેશે આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાના નામે પોતાના સૈન્ય જહાજો ઉતારવાની તૈયારી બતાવી છે. આ હિલચાલથી મધ્ય પૂર્વના દેશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો હોર્મુઝમાં જરા પણ ચિંગારી ચંપાશે, તો તે સમગ્ર વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે.
રિપોર્ટ મુજબ, ઈરાન યુએઈ અને ખાડી દેશો પર સતત હુમલાઓ કરી રહ્યું હોવાથી યુએઈનું વલણ બદલાઈ ગયું છે. જો યુએઈ યુદ્ધમાં સામેલ થશે તો તે આવું કરનારો પહેલો ખાડી દેશ હશે. યુએઈએ ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત તેણે હોર્મુઝ જળમાર્ગ સુરક્ષિત કરવા માટે અમેરિકા, યુરોપ અને એશિયાના દેશોને ગઠબંધન બનાવવાની અપીલ કરી છે. જોકે રશિયા અને ચીન યુએઈના પ્રસ્તાવને અટકાવી શકે છે.
સાઉદી અરેબિયા અને મધ્ય પૂર્વના અન્ય દેશો પણ ઈરાન વિરુદ્ધ કડક વલણ અપનાવી રહ્યા છે. જોકે તેઓએ હજુ સુધી યુદ્ધમાં પોતાની સેના ઉતારી નથી. બીજીતરફ અમેરિકી નૌસેનાનો પાંચમો કાફલો જે દેશમાં છે તે બહેરીને UAEના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. હવે આ પ્રસ્તાવ પર ટૂંક સમયમાં મતદાન થઈ શકે છે. જો યુએઈ યુદ્ધમાં ઉતરશે તો અમેરિકાને ઘણો ફાયદો થશે.

 

(7:40 PM IST)