<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

યુરોપમાં ચોરો ૧૨ ટનની ચાર લાખ ચોકલેટ્‍સ સાથે આખી ટ્રક ઉઠાવી ગયા

કિટકેટ ચોકલેટ્‍સની ચોરીની વિચિત્ર ઘટના : ચોકલેટ્‍સને ઈટાલીની ફેક્‍ટરીમાંથી પોલેન્‍ડ સુધી લઈ જવાઈ રહી હતી, યુરોપના દેશોમાં પહોંચાડવાની હતી

પેરિસ,તા.૦૧: યુરોપમાં ચાર લાખ કિટકેટ ચોકલેટ ચોરી થઈ ગઈ છે, જેનું વજન આશરે ૧૨ ટન છે. એટલે કે આશરે ત્રણ હાથીનું વજનુ થાય એટલા વજનની ચોકલેટ ચોરી થઈ ગઈ છે. આ ચોકલેટ કંપની દ્વારા મધ્‍ય ઇટાલીથી પોલેન્‍ડ મોકલવામાં આવી રહી હતી, બાદમાં તેને યુરોપમાં ગ્રાહકો સુધી પહોંચાડવાની હતી. એક સાથે ૧૨ ટન વજન ધરાવતી ચોકલેટ્‍સ ચોરી થતા સૌ કોઈ આヘર્યમાં મુકાયા છે.

કિટકેટ બનાવતી કંપની નેસ્‍લે દ્વારા સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરવામાં આવ્‍યું હતું જેમાં જણાવવામાં આવ્‍યું છે કે અમારી ફેક્‍ટરીથી પોલેન્‍ડ તરફ લઇ જવાઇ રહેલી ૧૨ ટનની ચાર લાખ ચોકલેટો ટ્રક સાથે જ ચોરી થઈ ગઈ છે.

ચોકલેટો સાથે ટ્રક પોલેન્‍ડ તરફ જઈ રહી હતી જે દરમિયાન આ ઘટના બની છે. અમે સ્‍થાનિક પ્રશાસનના સંપર્કમાં છીએ. ગ્રાહકોને ચોકલેટ મેળવવામાં કોઈ

તકલીફ નહીં પડે તેની અમે ખાતરી આપીએ છીએ તેમ કંપનીએ કહ્યું હતું.

પર આ સાથે જ કંપનીએ એક નિવેદન જાહેર કરીને લોકોને અપીલ કરી છે કે તેઓ ચોકલેટનો જથ્‍થો ક્‍યાંયથી મળી આવે તો કંપનીને જાણ કરે, ચોકલેટ એક કોડ આપેલો છે, જેને સ્‍કેન કરવાથી કિટકેટનો સંપર્ક કેવી રીતે કરવો તેની માહિતી મળશે. કિટકેટે હળવા અંદાજમાં એમ પણ કહ્યું હતું કે ચોરોને અમારી ચોકલેટનો સ્‍વાદ પસંદ છે તે વખાણવાને લાયક છે. અમે ગ્રાહકોને કહેતા હોઈએ છીએ કે હેવ અ બ્રેક, પરંતુ એવુ લાગી રહ્યું છે જાણે ચોરોએ અમારુ આ વાક્‍ય વધુ ગંભીરતાથી લઈ લીધુ છે અને ૧૨ ટન ચોકલેટ સાથે જ બ્રેક લઈ લીધી.

બીજી તરફ આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર કિટકેટની ભારે ચર્ચા થવા લાગી છે અને મીમ પણ બની રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ચોર આટલી બધી ચોકલેટોનું કરશે શું, ચાર લાખ ચોકલેટો કોને વેચશે અને કેવી રીતે તેવા સવાલો પણ થઈ રહ્યા છે. 

(10:08 AM IST)