તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
લ્યો બોલો! ૮૪ વર્ષના દાદીને AI યુવાન સાથે થયો પ્રેમ
લગ્ન સુધીના સપના જોઈ લીધા પછી ૧ લાખ રૂપિયા ગુમાવ્યા : એક દાદી એઆઈ દ્વારા બનાવાયેલા વર્ચ્યુઅલ માણસના પ્રેમમાં પડી ગયા અને તેને પ્રેમ પત્રો લખવા લાગ્યા

બીજીંગ,તા.૩૦: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી જેટલી ઉપયોગી છે, તેટલી જ તે હવે માનવ લાગણીઓ સાથે રમત કરવા માટેનું હથિયાર બની રહી છે. ચીનના હુબેઈ પ્રાંતમાં રહેતા ૮૪ વર્ષના ઝાંગ યુલાન નામના વૃદ્ધા એઆઈ દ્વારા બનાવાયેલા 'જિયાંગુઓ' નામના વર્ચ્યુઅલ માણસના પ્રેમમાં પડી ગયા અને તેને પ્રેમ પત્રો લખવા લાગ્યા. જોકે, આ એક જાળ હતો જેમાં દાદી ઝાંગ યુલાન ફસાઈ ગયા હતા
જિયાંગુઓ' કોઈ અસલી માણસ નહોતો, પરંતુ ખ્ત્ દ્વારા નિર્મિત એક પાત્ર હતું, જેને ચીનમાં Bossy President (બા ઝોંગ) તરીકે ઓળખવામાં આવે છે. આ પાત્રો દેખાવમાં અત્યંત આકર્ષક અને સ્વભાવમાં ખૂબ જ કાળજી રાખનારા બતાવવામાં આવે છે, જે એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને જલ્દી પ્રભાવિત કરે છે. એઆઈ દ્વારા એવા વીડિયો અને મેસેજ તૈયાર કરવામાં આવે છે જે સામેની વ્યક્તિને એવો અહેસાસ કરાવે છે કે કોઈ ખરેખર તેમની ચિતા કરી રહ્યું છે
AI ને પ્રેમ પત્રો મોકલ્યા - આ દાદી AI પાત્ર પાછળ એટલી હદ સુધી ગાંડા થઈ ગયા હતા કે તેઓ દિવસના ૧૦-૧૦ કલાક મોબાઈલ પર તેના વીડિયો જોતા રહેતા હતા. તેમણે જિયાંગુઓ સાથે વાતચીત કરવા માટે મેસેજ મોકલ્યા અને એટલું જ નહીં, પોતાના હાથે લખેલા પ્રેમ પત્રો પણ તેને મોકલ્યા હતા. આ પત્રોમાં તેમણે જિયાંગુઓ સાથે લગ્ન કરવા સુધીની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, તેઓ જાણતા નહોતા કે તેમની સાથે માત્ર છેતરપિડી થઈ રહી છે.
૧ લાખ રૂપિયા ગુમાવ્યા - પરિવારને આ કાંડની જાણ ત્યારે થઈ જ્યારે દાદીએ ઓનલાઇન શોપિગમાં મોટી રકમ ખર્ચવાનું શરૂ કર્યું. તેમણે આશરે ૭૦૦૦ યુઆન (લગભગ ૧ લાખ રૂપિયા) જેટલી રકમ ખર્ચી નાખી હતી. તેઓ જિયાંગુઓના નામે ચાલતા એકાઉન્ટ્સ પરથી ખૂબ જ સસ્તી વસ્તુઓ અત્યંત ઊંચા ભાવે ખરીદવા લાગ્યા હતા. તેમની પૌત્રીને જ્યારે આટલી મોટી રકમ ખર્ચાઈ હોવાની ખબર પડી, ત્યારે તેણે તપાસ કરી અને સમગ્ર મામલો સામે આવ્યો. ત્યારબાદ આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિતા - ચીની સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું અને છેતરપિડી કરતા આવા હજારો ફેક એઆઈ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જિયાંગુઓનું એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સાયબર ઠગો માટે હવે એઆઈ એક સહેલું હથિયાર બની ગયું છે. ખાસ કરીને એવા વૃદ્ધો જેમને ભાવનાત્મક ટેકાની જરૂર હોય છે, તેમને ટાર્ગેટ કરીને તેમની સંપત્તિ હડપી લેવા માટે આવા વર્ચ્યુઅલ પાત્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
