તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
ગેમિંગ દુનિયામાં ભૂકંપ: 'ફોર્ટનાઈટ' બનાવનારી એપિક ગેમ્સ કંપની ૧૦૦૦ કર્મચારીઓની સાગમટે છટણી કરશે
માર્ક ઝુકરબર્ગના મેટાવર્સ સપનાને મોટો ફટકો: ગેમિંગ ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા, ખર્ચ ઘટાડવા માટે એકસાથે ૧૦૦૦ થી વધુ હોનહાર કર્મચારીઓને ઘરભેગા કરવાની તૈયારી: એપિક ગેમ્સના સીઈઓ ટિમ સ્વીનીએ સ્વીકાર્યું- "અમે જેટલી કમાણી કરીએ છીએ તેના કરતા વધુ ખર્ચ કરી રહ્યા છીએ"

નવી દિલ્હી: ટેકનોલોજી અને ગેમિંગ ક્ષેત્રે એક પછી એક દિગ્ગજ કંપનીઓ દ્વારા કર્મચારીઓની છટણી કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વિશ્વભરમાં લોકપ્રિય બનેલી 'ફોર્ટનાઈટ' (Fortnite) ગેમ બનાવનારી જાણીતી કંપની એપિક ગેમ્સ (Epic Games) એ તેના ૧૦૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરીને આખા આઈટી સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે. કંપનીના સીઈઓ ટિમ સ્વીનીએ એક મેમો દ્વારા સ્ટાફને જાણ કરી છે કે કંપની હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને ભવિષ્યમાં ટકી રહેવા માટે આ કડવો નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે. ખાસ કરીને મેટાવર્સના પ્રોજેક્ટ્સમાં ધાર્યા મુજબનું વળતર ન મળતા અને સંચાલન ખર્ચમાં મસમોટો વધારો થતા કંપનીએ છટણીનો માર્ગ અપનાવ્યો છે. આ સમાચારથી ગેમિંગ ડેવલપર્સ અને એન્જિનિયરોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે.
ડિજિટ નામના સામયિકના જણાવ્યા અનુસાર ચીફ એક્ઝિક્યુટિવ ટીમ સ્વિનીએ તેમના આ નિર્ણયની જાણ કર્મચારીઓને એક નોટ મોકલી કરી હતી.
આ નોટમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૨૫માં ફોર્ટનાઇટની લોકપ્રિયતામાં ઓટ આવવાની શરૂ થઇ તે પછી કંપની જેટલાં નાણાં રળતી હતી તેના કરતાં વધારે ખર્ચ કરી રહી હતી. આ છટણીને પગલે કંપની વધારે સ્થિર બનશે. કંપનીએ બીજા ૫૦૦ મિલિયન ડોલર્સનો ખર્ચ બચાવવા માટે પણ કોન્ટ્ર્ક્ટ અને માર્કેટિંગમાં બિનજરૂરી ભૂમિકાઓ ઓળખી કાઢી છે. જેમની છટણી કરવામાં આવી છે તે ર્ક્મચારીઓને ચાર મહિનાનો બેસિક પગાર અને તેમની મુદત અનુસાર વધારાનું વળતર આપવામાં આવશે. યુએસ સ્થિત કર્મચારીઓને છ મહિનાનું હેલ્થકેર કવરેજ લંબાવી આપવામાં આવશે તથા કંપની સ્ટોક ઓપ્શન હેઠળ કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૭ સુધી શેર ધરાવવા દેશે. કંપનીંમાંથી રવાના થયાના બે વર્ષ સુધી તેઓ સ્ટોક ઓપ્શનનો ઉપયોગ કરી શકશે. ફોર્ટનાઇટ દુનિયામાં સૌથી સફળ ગેમ બની રહી હોવા છતાં એપિક ગેમ્સને ખેલાડીઓની સંખ્યા સતત જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ફોર્ટનાઇટ ગેમને મોબાઇલ લાવવાની દિશામાં કપની હજી શરૂઆતના તબક્કે છે. આ છટણી દર્શાવે છે કે ગેમિંગ ઇન્ડસ્ટ્રી કોરોના મહામારી બાદ ઓછી વૃદ્ધિ અને વધતાં ખર્ચનો સામનો કરી રહી છે. ૨૦૨૪ બાદ મોટા સ્ટુડિયો અને નાના ડેવલપર્સ બંને નોકરીઓમાં કાપ મુકતાં રહ્યાં છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
